Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ બાદ હવે UKના વડા પ્રધાને રશિયાને નિર્ણાયક જવાબ આપવાની કરી જાહેરાત

રશિયાએ યુક્રેન પર હુમલો કરતાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ભય વધી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલામાં બેલારુસના સૈનિકો પણ રશિયાની મદદ કરી રહ્યા છે, જેના પછી યુરોપના અન્ય દેશો યુક્રેનની પડખે ઊભા રહી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન બાદ હવે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ રશિયાને નિર્ણાયક જવાબ આપવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન બોરિસ જોન્સન કહે છે કે, તેઓ 'યુક્રેનમાં ભયાનક
અમેરિકાના રાષ્ટ્રપતિ બાદ હવે ukના વડા પ્રધાને રશિયાને નિર્ણાયક જવાબ આપવાની કરી જાહેરાત
Advertisement
રશિયાએ યુક્રેન પર હુમલો કરતાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ભય વધી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલામાં બેલારુસના સૈનિકો પણ રશિયાની મદદ કરી રહ્યા છે, જેના પછી યુરોપના અન્ય દેશો યુક્રેનની પડખે ઊભા રહી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન બાદ હવે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ રશિયાને નિર્ણાયક જવાબ આપવાની જાહેરાત કરી છે. 
વડા પ્રધાન બોરિસ જોન્સન કહે છે કે, તેઓ "યુક્રેનમાં ભયાનક ઘટનાઓથી આઘાત થયા છે" અને રશિયન રાષ્ટ્રપતિ પુતિને "આ બિનઉશ્કેરણીજનક હુમલો કરીને રક્તપાત અને વિનાશનો માર્ગ પસંદ કર્યો છે". તેમણે વધુમાં કહ્યું કે, તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે અંગે વાત કરી હતી અને UK અને સહયોગી દેશો દ્વારા નિર્ણાયક કાર્યવાહીનું વચન આપ્યું હતું. 

સેનેટ સિલેક્ટ કમિટિ ઓન ઇન્ટેલિજન્સનાં અધ્યક્ષ યુએસ સેનેટર માર્ક વોર્નરે કહ્યું કે, યુક્રેનમાં તેના લશ્કરી અભિયાનની શરૂઆત પછી રશિયા પર " pain level " વધારવાનો સમય આવી ગયો છે. એક નિવેદનમાં, વોર્નરે કહ્યું કે, રાજકીય સ્પેક્ટ્રમની બંને બાજુના US ધારાસભ્યોએ (US સાથીદારો સાથે) એકસાથે આવવું જોઈએ, "પુતિનને દર્શાવવા માટે કે આ આક્રમકણને સજા વિના જવા દેવામાં આવશે નહીં". 
વોર્નરે કહ્યું હતું કે, યુક્રેનમાં રશિયાનું અભિયાન રશિયનો અને યુક્રેનિયનો માટે સમાન દુઃખદ ઘટના છે. તેમણે કહ્યું, "તેઓ [રશિયન] પુતિનની અવિચારી મહત્વાકાંક્ષા, રક્તપાત અને આર્થિક નુકસાન માટે ભારે કિંમત ચૂકવશે," 
Advertisement
Tags :
Advertisement

.

×