Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પહેલીવાર બોલિવૂડના મહાનાયક ગુજરાતી ફિલ્મમાં

કોઈ પણ કલાકારનું સપનું હોય બોલીવુડના શહેનશાહ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેયર કરવાનું અને બહુ જૂજ લોકોનું આ સપનું સાકાર થતું હોય છે. જો કે આ શક્ય બન્યું છે. આગામી સમયમાં જાણીતા પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ એક ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેમાં મેગા સ્ટાર બીગ બી જોવા મળનાર છે. ફિલ્મ 19 ઓગ્સ્ટે રિલીઝ થશે. હજુ તો ફિલ્મનું મોશન પોસ્ટર અને અમુક ફોટોઝ જ રિલીઝ થયા છે પરંતુ મà
પહેલીવાર બોલિવૂડના મહાનાયક ગુજરાતી ફિલ્મમાં
Advertisement
કોઈ પણ કલાકારનું સપનું હોય બોલીવુડના શહેનશાહ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેયર કરવાનું અને બહુ જૂજ લોકોનું આ સપનું સાકાર થતું હોય છે. જો કે આ શક્ય બન્યું છે. આગામી સમયમાં જાણીતા પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ એક ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેમાં મેગા સ્ટાર બીગ બી જોવા મળનાર છે. ફિલ્મ 19 ઓગ્સ્ટે રિલીઝ થશે. હજુ તો ફિલ્મનું મોશન પોસ્ટર અને અમુક ફોટોઝ જ રિલીઝ થયા છે પરંતુ મહાનાયકની પ્રથમ ગુજરાતી ફિલ્મને કારણે આ ફિલ્મે અત્યારથી જ ખુબ ચર્ચાઓ જગાવી છે. આ ફિલ્મનું ટાઈટલ પણ થોડું હટકે છે, ફક્ત મહિલાઓ માટે.  પ્રથમ દ્રષ્ટિએ સાંભળતા લાગે કોઈ સેલ કે જાહેરાત છે. પરંતુ આ કોઈ જાહેરાત નથી પરંતુ ફિલ્મનું ટાઈટલ છે. ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે યશ સોની, દિક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની અને કલ્પના ગાગડેકર મળશે જોવા. તાજેતરમાં જ યશ સોની સાથે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા સોશ્યલ મીડિયા પર બીગ બી સાથે ફોટોશુટ પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. 
ફિલ્મના ટાઈટલથી તો આખી ફિલ્મ મહિલા આધારિત કે મહિલાઓના વિષય પર આધારિત હોય તેવું લાગી રહ્યું છે. એક સાથે ફિલ્મમાં 4-4 મહિલાઓ પણ જોવા મળી રહી છે. ત્યારે એમાં યશ સોની અને બીગ બીના રોલ અને ફિલ્મના સબજેક્ટને લઈને લોકોની કુતૂહલતા વધી રહી છે. ત્યારે મહાનાયકની પ્રથમ ગુજરાતી ફિલ્મમાં તેમને ગુજરાતી બોલતા સાંભળવા રસપ્રદ બની રહેશે. હાલ તો કલાકરોમાં પણ બીગ બી સાથે કામ કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિતે બીગ બીનો ડબીંગમાં ગુજરાતી બોલતો વીડિયો શેયર કરીને તેમની સહજતા અને સાલસતા દર્શાવતી પોસ્ટ પણ લખી સત્તાવાર ફિલ્મની જાહેરાત પણ કરી હતી.
ધીરે-ધીરે કોરોના બાદ હવે બધું થાળે પડી રહ્યું છે ત્યારે હવે દર અઠવાડિયે નવા-નવા વિષય પર ફિલ્મો આવી રહીછે. આગામી 29મી જુલાઈએ મીડિયા જગત અને સ્ટીંગ ઓપરેશન જેવી દુનિયાને ઉજાગર કરતી કર્તવ્ય શાહ ડિરેક્ટેડ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 53મું પાનું રિલીઝ થશે. જેમાં પહેલીવાર રિપોર્ટરનો રોલ જાણીતી અભિનેત્રી કિંજલ રાજપ્રિયા નિભાવશે જે ફિલ્મના ટ્રેઈલરમાં અલગ-અલગ અવતારમાં જોવા મળે છે. તો આ સાથે જ આર્જવ ત્રિવેદી, મેહુલ બુચ, ચેતન દૈયા જેવા તગડા કલાકારો પણ જોવા મળશે. ફિલ્મના ટાઈટલની સાથે ફિલ્મનું ટ્રેઈલર પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.
ખણખોદ 
કરસનદાસ પે એન્ડ યુઝ ફેઈમ મયૂર ચૌહાણ અકા માઈકલની ફિલ્મ સૈયર મોરી રે રિલીઝ થઈછે. ગામડાંની પૃષ્ઠભૂમિ પર આકાર લેતી આ ફિલ્મને વિવેચકો ખૂબ વખાણી રહ્યા છે. 
ઘણા સમયથી મચ અવેઈટેડ મલ્હાર ઠાકરની ફિલ્મ વિકીડાનો વરઘોડા રજૂ થઈ ગઈ છે. જેમા એક અનાર ત્રણ બીમાર જેવી  સ્ટોરી કોમેડી ફેમિલી ડ્રામા જોવા મળે છે. આ ફિલ્મના માર્કેટીંગને લઈને દર્શકો વચ્ચે ચર્ચા જગાવવામાં આ ફિલ્મ પણ ઘણી સફળ થઈછે.
#BaniKiVani
Tags :
Advertisement

.

×