Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર યુક્રેનના વિદેશ મંત્રી નારાજ, કહી આ વાત

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine war) વચ્યે ભારત સતત રશિયા પાસેથી ઓઈલ ખરીદી રહ્યું છે. ભારતના આ પગલાંથી અમેરીકા સહિત અનેક દેશો ખુશ નથી તે વચ્ચે યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ (Dmytro Kuleba) રશિયા અને ભારતની ઓઈલ ડીલને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે, રશિયાથી જે પણ ઓઈલના બેરલ ભારતમાં પહોંચી રહ્યું છે, તેમાં યુક્રેનના લોકોàª
રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર  યુક્રેનના વિદેશ મંત્રી નારાજ  કહી આ વાત
Advertisement
રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine war) વચ્યે ભારત સતત રશિયા પાસેથી ઓઈલ ખરીદી રહ્યું છે. ભારતના આ પગલાંથી અમેરીકા સહિત અનેક દેશો ખુશ નથી તે વચ્ચે યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ (Dmytro Kuleba) રશિયા અને ભારતની ઓઈલ ડીલને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે, રશિયાથી જે પણ ઓઈલના બેરલ ભારતમાં પહોંચી રહ્યું છે, તેમાં યુક્રેનના લોકોનું લોહી ભળેલું છે.
તેમણે ભારતને (India) યાદી આપતા કહ્યું કે, તેમણે યુદ્ધ દરમિયાન યુક્રેનથી (Ukraine) ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવામાં મદદ કરી હતી. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે, અમે હંમેશા ખેત ઉત્પાદનો વિશેષરૂપથી સરસવનું તેલમાં ખુબજ પ્રતિબદ્ધ સપ્લાયર અને વેપારી હતા. અમને ભારત તરફથી યુક્રેનને મજબૂત સમર્થનની આશા હતી.
રશિયા પાસેથી ઓઈલ નહી ખરીદવા અમેરીકા (US) સતત ભારત પર દબાણ લાવી રહ્યું છે. જોકે આ મામલે ભારતનું વલણ ખુબ જ સ્પષ્ટ છે કે, જે દેશ પાસેથી સારી ડીલ મળશે તે પોતાના નાગરિકોના હિતને જોતા તેની સાથે કરાર કરશે. હાલમાં જ થાઈલેન્ડ પહોંચેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર (S. Jaishankar) ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે, રશિયા અને ભારત વચ્ચે ઓઈલ ખરીદી યથાવત્ રહેશે. વિદેશમંત્રીએ કહ્યું કે, ભારતના રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના નિર્ણયની અમેરીકા કે કોઈ અન્ય દેશ ભલે સરાહના ના કરે પરંતુ તેમણે તેને સ્વિકાર કરી લીધો છે, કારણ કે ભારત પોતાના વલણને લઈને બચાની સ્થિતિમાં નથી.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન સાથે યુદ્ધ બાદ રશિયા પર અનેક દેશો તરફથી આર્થિક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા જેના કારણે રશિયા ઓછા ભાવે ભારત અને ચીનને ઓઈલનું વેચાણ કરી રહ્યું છે. તેનાથી ભારત અને ચીનને તો ફાયદો થઈ જ રહ્યો છે સાથે જ રશિયાની અર્થવ્યવસ્થાને પણ બળ મળી રહ્યું છે. જેની સામે અમેરીકા (US) સતત વિરોધ વ્યક્ત કરી રહ્યું છે પરંતુ આ મામલે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યું છે.
Tags :
Advertisement

.

×