પંજાબમાં કોંગ્રેસના પૂર્વ કેબિનેટ મંત્રી સાધુ સિંહ ધરમસોતની ધરપકડ
કોંગ્રેસના પૂર્વ કેબિનેટ મંત્રી સાધુ સિંહ ધરમસોત ( Sadhu Singh Dharamsot )ની ધરપકડના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, વિજિલન્સ બ્યુરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરમસોત ( Sadhu Singh Dharamsot ) વિરૂદ્ધ આ કાર્યવાહી અમલોહથી મોડી રાત્રે 3 વાગ્યે કરવામાં આવી હતી. તેમના પર વૃક્ષો કાપવાના બદલામાં લાંચ લેવાનો આરોપ છે.વિજિલન્સ બ્યુરોએ ગત અઠવાડિયે મોહાલીના DFOની ભર્ષ્ટાચારના આરોપમાં ધરપકડ àª
Advertisement
કોંગ્રેસના પૂર્વ કેબિનેટ મંત્રી સાધુ સિંહ ધરમસોત ( Sadhu Singh Dharamsot )ની ધરપકડના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, વિજિલન્સ બ્યુરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરમસોત ( Sadhu Singh Dharamsot ) વિરૂદ્ધ આ કાર્યવાહી અમલોહથી મોડી રાત્રે 3 વાગ્યે કરવામાં આવી હતી. તેમના પર વૃક્ષો કાપવાના બદલામાં લાંચ લેવાનો આરોપ છે.
વિજિલન્સ બ્યુરોએ ગત અઠવાડિયે મોહાલીના DFOની ભર્ષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી. મોહાલીના DFO ની પૂછપરછ બાદ વિજિલન્સ બ્યુરોએ મંગળવારે પૂર્વ વન મંત્રી સાધુ સિંહ ધરમસોતની ધરપકડ કરી હતી. વિજિલન્સ બ્યુરોના જણાવ્યા અનુસાર, DFOએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, મંત્રી દરમસોતને વૃક્ષો કાપવા માટે લાંચ આપવામાં આવી હતી. તેમણે તપાસ એજન્સીને જણાવ્યું કે, ઝાડ કાપતા પહેલા ધરમસોતને કેવી રીતે લાંચ આપવામાં આવી.
મહત્વનું છે કે, જ્યારે કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબમાં મુખ્યમંત્રી હતા ત્યારે ધરમસોત વન મંત્રી હતા. પરંતુ કેપ્ટનના જવાની સાથે જ ધરમસોતનો રાજકીય ગ્રાફ પણ નીચે આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ભગવંત માન દ્વારા કોંગ્રેસના નેતા સામે પગલાં લેવાની ચેતવણી આપ્યાના એક મહિનાથી વધુ સમય પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. ધરમસોટ કેસમાં વિજિલન્સ બ્યુરોએ કેટલાક લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
વાસ્તવમાં, વિજિલન્સ બ્યુરોએ મોહાલીના કેટલાક વન અધિકારીઓને લાંચના આરોપમાં પકડ્યા હતા. આ જ લોકોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, ધરમસોત એક ઝાડ કાપવા માટે 500 રૂપિયાની લાંચ લેતા હતા. બ્યુરોએ ગયા અઠવાડિયે ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, ગુરનમપ્રીત સિંઘ અને અન્ય એક વ્યક્તિ, હરમિન્દર સિંઘ હમ્મીની ધરપકડ કરી ત્યારે ભૂતપૂર્વ મંત્રી વિરુદ્ધ ઘણા પુરાવા એકત્રિત કર્યા હતા, જેના વિશે કહેવામાં આવે છે કે તેણે ધરમસોતને લાંચ ચૂકવી હોવાનું કહેવાય છે. હમ્મી કમલજીત મારફતે ધરમસોતને લાંચ આપતો હતો.
નોંધપાત્ર રીતે, કેપ્ટન અમરિન્દરના કાર્યકાળ દરમિયાન, એક IAS અધિકારી કૃપા શંકર સરોજે સાધુ પર શિષ્યવૃત્તિ કૌભાંડનો આરોપ લગાવ્યો હતો, જોકે આ મામલે તેમને "ક્લીન ચિટ" આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પંજાબના આરોગ્ય મંત્રી વિજય સિંગલાની પણ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તેમને કેબિનેટમાંથી હટાવી દીધા હતા. સિંગલા પર અધિકારીઓ પાસેથી કમિશન માંગવાનો આરોપ હતો.
આ પણ વાંચો - સિદ્ધુ મુસેવાલાની હત્યાના એક સપ્તાહ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના પરિવારને મળશે
Advertisement


