Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું સારવાર દરમિયાન નિધન

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું સારવાર દરમીયાન નિધન થયું છે. નારા શહેરમાં એક વ્યક્તિએ તેમના પર પાછળથી ગોળીબાર કર્યો હતો ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જો કે તેઓને બચાવી શકાયા ન હતા. જ્યારે શિન્ઝો આબે પર આ હુમલો થયો ત્યારે તેઓ નારા શહેરમાં એક નાની જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. ગોળી વાગ્યા બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયુ
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું સારવાર દરમિયાન નિધન
Advertisement
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું સારવાર દરમીયાન નિધન થયું છે. નારા શહેરમાં એક વ્યક્તિએ તેમના પર પાછળથી ગોળીબાર કર્યો હતો ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જો કે તેઓને બચાવી શકાયા ન હતા.
 જ્યારે શિન્ઝો આબે પર આ હુમલો થયો ત્યારે તેઓ નારા શહેરમાં એક નાની જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. ગોળી વાગ્યા બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. NHK ચેનલને ટાંકીને આ માહિતી બહાર આવી છે.
 ગોળી વાગ્યા બાદ શિંઝો આબેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં લગભગ ચારથી પાંચ કલાક સુધી તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ ડોક્ટર તેમને બચાવી શક્યા ન હતા. તેમના પર થયેલા આ હુમલાની દરેક જગ્યાએ નિંદા થઈ રહી છે અને વિશ્વના તમામ મોટા નેતાઓએ પણ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.
 હુમલાખોરે શિન્ઝો આબે પર પાછળથી બે ગોળીઓ ચલાવી હતી, જે બાદ આબે જમીન પર પડી ગયા હતા. ત્યાં હાજર લોકોએ શિન્ઝો આબેને CPR આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને હેલિકોપ્ટર દ્વારા ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોરની ઓળખ 41 વર્ષીય તેત્સુયા યામાગામી તરીકે થઈ છે. જેની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી હતી.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શિન્ઝો આબેના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.

×