Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ધરપકડ, ગોપનીય માહિતી કરી હતી લીક

એક હિમાલયન યોગીના ઈશારા પર નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંચાલન કરનાર NSEની પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની CBIએ કો-લોકેશન સ્કેમ મામલે ધરપકડ કરી લીધી છે. આ અગાઉ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે કો-લોકેશન મામલે તેઓના આગોતરા જામીનની અરજી રદ કરી દીધી હતી. ચિત્રા પર હિમાલયના યોગીના ઈશારા પર કામ કરવાનો અને સંવદેશનશીલ જાણકારી શેર કરવાનો આરોપ છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં ચિત્રાના ધà
nseના પૂર્વ ceo ચિત્રા રામકૃષ્ણની ધરપકડ  ગોપનીય માહિતી કરી હતી લીક
Advertisement

એક હિમાલયન યોગીના ઈશારા પર નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંચાલન કરનાર NSEની પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની CBIએ કો-લોકેશન સ્કેમ મામલે ધરપકડ કરી લીધી છે. આ અગાઉ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે કો-લોકેશન મામલે તેઓના આગોતરા જામીનની અરજી રદ કરી દીધી હતી. ચિત્રા પર હિમાલયના યોગીના ઈશારા પર કામ કરવાનો અને સંવદેશનશીલ જાણકારી શેર કરવાનો આરોપ છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં ચિત્રાના ધરપકડની સંભાવનાઓ વધી ગઈ હતી. CBI દ્વારા NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ પહેલા કેન્દ્રીય
તપાસ એજન્સીએ તેની ઘણી વખત પૂછપરછ કરી હતી. ચિત્રા રામકૃષ્ણને એમ કહીને સનસનાટી
મચાવી દીધી હતી કે તે
'હિમાલયન યોગી' સાથે NSE બાબતોની માહિતી શેર કરી રહી છે. જો કે પાછળથી તે યોગીની ઓળખ તેના ભૂતપૂર્વ
સાથીદાર તરીકે થઈ હતી
. જેને તેણે તગડા પગાર પર રાખ્યો હતો. 


Advertisement

સેબીએ ચિત્રા રામકૃષ્ણ પર ગોપનીય
માહિતી લીક કરવાનો આરોપ લગાવ્યો છે. ત્રણ વર્ષ સુધી નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ
રહેલા ચિત્રા રામકૃષ્ણ વિશેના આ ખુલાસા બાદ શેરબજારમાં હલચલ મચી ગઈ હતી. આ કૌભાંડની
તપાસમાં વિલંબ અંગે પણ સવાલો ઉભા થયા હતા. ચિત્રા રામકૃષ્ણના ઈમેલની તપાસમાં સમગ્ર
ઘટના પ્રકાશમાં આવી હતી અને તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવી હતી. 
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ વડા
ચિત્રા રામકૃષ્ણના નિર્ણયોને કથિત રીતે પ્રભાવિત કરનાર
'હિમાલય યોગી'ની ઓળખ તેમના સહયોગી આનંદ સુબ્રમણ્યમ
તરીકે કરવામાં આવી છે.
NSEના આ ભૂતપૂર્વ અધિકારીની શેરબજાર
છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના સૂત્રોએ ગયા અઠવાડિયે કહ્યું
હતું કે એનએસઈના ભૂતપૂર્વ અધિકારી આનંદ એ યોગી હતા જેમણે ઈમેલ દ્વારા તમામ
સંવેદનશીલ માહિતી પર ચિત્રા સાથે વાત કરી હતી.

Advertisement

— ANI (@ANI) March 6, 2022 

સેબીએ અગાઉ કહ્યું હતું કે આનંદની વિવાદાસ્પદ નિમણૂક એ કથિત યોગીના
પ્રભાવ હેઠળ ચિત્રા રામકૃષ્ણ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાંનો એક હતો. સૂત્રોએ
જણાવ્યું કે આનંદ સુબ્રમણ્યમ એક ઈમેલ આઈડી પરથી યોગી હોવાનું બહાર આવ્યું છે. તપાસ
એજન્સીનું માનવામાં આવે તો
એવા પુરાવા છે કે સુબ્રમણ્યમે પોતે ઈમેલ આઈડી rigyajursama@outlook.com
બનાવ્યું હતું. તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું
હતું કે ચિત્રા રામક્રિષ્ણએ
2013 અને 2016 વચ્ચે NSE સંબંધિત ગોપનીય માહિતી તેમના ઈમેલ આઈડી
rchitra@icloud.com દ્વારા rigyajursama@outlook.com
પર શેર કરી હતી.

મળતી માહિતી મુજબ આનંદ સુબ્રમણ્યમના યોગી હોવાનો મુદ્દો ઈમેલ આઈડી
પરથી બહાર આવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર સુબ્રમણ્યમે ઈમેલ બનાવ્યો
હોવાના નક્કર પુરાવા છે. સૂત્રોએ જણાવ્યું કે ચિત્રા રામક્રિષ્ણએ
2013 થી 2016 દરમિયાન NSEના CEO તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન અન્ય
મેઇલ પર તમામ માહિતી શેર કરી હતી. આમાંથી કેટલાક મેઈલ આનંદ સુબ્રમણ્યમના અન્ય ઈમેલ
આઈડી પર પણ માર્ક કરવામાં આવ્યા હતા. સુબ્રમણ્યમના મેઈલ આઈડી પરથી આ મેઈલના
સ્ક્રીનશોટ મળી આવ્યા હતા. સુબ્રમણ્યમની સીબીઆઈ દ્વારા
4 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ 26 ફેબ્રુઆરીના રોજ તેમની ચેન્નઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સુબ્રમણ્યમને
2013માં NSEમાં ચીફ
સ્ટ્રેટેજિક એડવાઈઝર બનાવવામાં આવ્યા હતા અને બાદમાં
2015માં ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી હતી. સુબ્રમણ્યમે 2016માં અનિયમિતતાના આરોપમાં NSE છોડી દીધું
હતું. સુબ્રમણ્યમની ધરપકડ બાદથી એવી આશંકા હતી કે સીબીઆઈ હવે ચિત્રા પર કડક હાથે
પગપેસારો કરી શકે છે.

Tags :
Advertisement

.

×