Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની થઈ શકે છે ધરપકડ

પાકિસ્તાનમાં વડાપ્રધાનની ખુરશી પર જે પણ બેસે છે તે સત્ય કોઈનાથી છુપાયેલું નથી કે વાસ્તવિક સત્તા સેનાના હાથમાં છે. જો કોઈ સેનાની તાકાતને પડકારવાની હિંમત કરે તો તેને સજા ભોગવવી પડે છે. પીએમની ખુરશી પરથી હટાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સેના વિરૂદ્ધ જોરદાર નિવેદનબાજી કરી હતી. સેના સાથે છેડછાડ હવે તેમને મોંઘી પડી રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ તેમની  ટૂંક સમયમાà
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની  થઈ શકે છે ધરપકડ
Advertisement
પાકિસ્તાનમાં વડાપ્રધાનની ખુરશી પર જે પણ બેસે છે તે સત્ય કોઈનાથી છુપાયેલું નથી કે વાસ્તવિક સત્તા સેનાના હાથમાં છે. જો કોઈ સેનાની તાકાતને પડકારવાની હિંમત કરે તો તેને સજા ભોગવવી પડે છે. પીએમની ખુરશી પરથી હટાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સેના વિરૂદ્ધ જોરદાર નિવેદનબાજી કરી હતી. સેના સાથે છેડછાડ હવે તેમને મોંઘી પડી રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ તેમની  ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર દેશની મુખ્ય તપાસ એજન્સી ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી FIA) ઈમરાન ખાનની ધરપકડ કરી શકે છે. FIAએ પ્રતિબંધિત ફંડિંગ કેસમાં ઈમરાન ખાનને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ હાજર થયા ન હતા. જેના કારણે એજન્સી તેમની ધરપકડ કરી શકે છે. ધ ન્યૂઝ અનુસાર, FIAએ શુક્રવારે ઈમરાન ખાનને બીજી નોટિસ જારી કરી હતી. ખાનને બુધવારે પહેલી નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેણે FIA તપાસ ટીમ સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો હતો. FIAના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રીજી નોટિસ મોકલ્યા બાદ ઈમરાન ખાનની ધરપકડ અંગે અંતિમ નિર્ણય લઈ  શકે છે.
ચૂંટણી પંચથી છુપાયેલી માહિતી
પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું  કે એફઆઈએએ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને બેલ્જિયમમાં કાર્યરત ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ) સાથે જોડાયેલી લગભગ પાંચ કંપનીઓ શોધી કાઢી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચને આપવામાં આવેલા રિપોર્ટમાં પાર્ટી દ્વારા આ કંપનીઓની માહિતી આપવામાં આવી નથી.
FIAએ ઈમરાન ખાન વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કર્યા છે. એજન્સી સાબિત કરી શકે છે કે ઈમરાન ખાન ચૂંટણી પંચથી માહિતી છુપાવવા માટે દોષિત છે. ઈમરાન ખાનને ત્રીજી અને અંતિમ નોટિસ આવતા સપ્તાહે મોકલવામાં આવે તેવી શક્યતા છે.આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું હતું કે ખાનની પાર્ટીને ભારતીય મૂળના ઉદ્યોગપતિ સહિત 34 વિદેશી નાગરિકો પાસેથી નિયમો વિરુદ્ધ ભંડોળ મળ્યું હતું. ત્રણ સભ્યોની ECP બેન્ચે ખાનના પક્ષને વિદેશી નાગરિકો અને વિદેશી કંપનીઓ પાસેથી પ્રતિબંધિત ભંડોળ મેળવવા અને તેને ગુપ્ત રાખવા બદલ કારણ બતાવો નોટીસ આપી  હતી.
Tags :
Advertisement

.

×