ભુજમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનાર ચાર નરાધમ દસ દિવસના રિમાન્ડ પર
ભુજ શહેરમાં ભુજીયા રોડ પર થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે ૪ શખ્સોની ધરપકડ કરી છે. તેમની મેડિકલ તપાસ બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગયા હતા. જેથી કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટના અંગે માહિતી આપતા ભુજ વિભાગના ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, બુધવારે બપોર બાદ આ સગીરાને તેના મિત્ર વાલજીએ છેતરપિંડીથી વાડામાં બોલાવી હતી. તે સમયે ત્યાં સગીર
Advertisement
ભુજ શહેરમાં ભુજીયા રોડ પર થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે ૪ શખ્સોની ધરપકડ કરી છે. તેમની મેડિકલ તપાસ બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગયા હતા. જેથી કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ ઘટના અંગે માહિતી આપતા ભુજ વિભાગના ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, બુધવારે બપોર બાદ આ સગીરાને તેના મિત્ર વાલજીએ છેતરપિંડીથી વાડામાં બોલાવી હતી. તે સમયે ત્યાં સગીરાના મિત્રની સાથે તેના ૩ મિત્રો હાજર હતા. આ દરમિયાન કોઈ એકે સગીરાને દેશી દારૂ પીવડાવી દેતાં તે બેહોશ થઈને ઢળી પડી હતી. બાદમાં આરોપીઓએ તેના પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસે સ્થળ પર જઈને સગીરાને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડી હતી. જયાં સગીરા ભાનમાં આવતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે આ કેસમાં ભીડનાકા બહાર ભૂતેશ્વર વિસ્તારમાં રહેતા હુશેન અલીમામદ કકલ (ઉ.વ. ૩૫), રાહુલ અનિલભાઈ સથવારા (ઉ.વ. ૧૯) (રહે રામનગરી), વાલજી ઉર્ફે કિશન પ્રવીણભાઈ દેવીપૂજક (ઉ.વ. ર૪) (રહે રામનગરી) અને મહેશ મહેશ્વરી વાળાની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીો હાલ રિમાન્ડ હેઠળ છે.


