બનાવટી ફર્મ ઉભી કરી સુરતના વેપારી સાથે કરોડોની છેતરપીંડી, મુખ્ય આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લેવાયો
ફેબ્રિક્સના વેપારીના મેનેજર અને અન્ય લોકોએ ખોટી ફર્મ ઊભી કરીને વેપારી સાથેથી કરોડો રૂપિયાની રકમની ઊંચાપત કરી હતી. ત્યારે આ ટોળકીમાં કાપડનો માલ માર્કેટમાં વેચનારા મુખ્ય આરોપીને સુરત ઇકો સેલ પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ઉમેશ ભાટીયા ફરિયાદી ભરત ભાટિયાના મિત્ર થતા હતાસુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરત ભાટિયા દ્વારા એક છેતરપિંડીની ફરિયાદ નોંà
Advertisement
ફેબ્રિક્સના વેપારીના મેનેજર અને અન્ય લોકોએ ખોટી ફર્મ ઊભી કરીને વેપારી સાથેથી કરોડો રૂપિયાની રકમની ઊંચાપત કરી હતી. ત્યારે આ ટોળકીમાં કાપડનો માલ માર્કેટમાં વેચનારા મુખ્ય આરોપીને સુરત ઇકો સેલ પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી ઉમેશ ભાટીયા ફરિયાદી ભરત ભાટિયાના મિત્ર થતા હતા
સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરત ભાટિયા દ્વારા એક છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આરોપી ઉમેશ ભાટિયા તથા આરોપી હરીશ કુમાર ચુગ તથા અલગ અલગ આઠ પેઢી સામે ઉધના પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આરોપી ઉમેશ ભાટીયા ફરિયાદી ભરત ભાટિયાના મિત્ર થતા હતા, તેમણે ફરિયાદીને કાપડનો ધંધો શરૂ કરવા બાબતે જણાવ્યું હતું. ત્યારબાદ ફરીયાદી ભરત ભાટિયાએ વર્ષ 2015માં વેપફેબ નામની કાપડની ફોર્મ ઉધના ખાતે શરૂ કરી હતી અને આ કંપનીનું સંચાલન ઉમેશ ભાટિયા કરતો હતો.
અલગ-અલગ તારીખોએ 15 કરોડથી વધુનો મુદ્દામાલ ખરીદ્યો
ત્યારબાદ આરોપી ઉમેશ ભાટિયાએ તેના સહ આરોપી હરીશ ચુગ સાથે મળીને અલગ અલગ 8 જેટલી બનાવટી કંપનીઓ ઉભી કરી હતી અને જેમાં અલગ અલગ તારીખોમાં 15 કરોડ 64 લાખ 52 હજાર 95 રૂપિયાનો મુદ્દામાલ ફરિયાદીની વેબ ફેબમાંથી ખરીદી કર્યો હોવાનું દર્શાવ્યું હતું અને ત્યારબાદ આ માલ બારોબાર રાજેન્દ્ર મિશ્રા ઉર્ફે ગુડ્ડુ નામના ઇસમને આપીને બજાર કિંમત કરતા ઓછી કિંમતે અન્ય સ્થળો પર રકમમાં વેચી દીધો હતો અને આ પ્રકારે આરોપીઓએ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી.
હરીશ અને રમેશના રિમાન્ડ દરમ્યાન ખુલ્લુ ગુડ્ડુનું નામ
ત્યારબાદ આ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. સમગ્ર મામલે ઉધના પોલીસ દ્વારા અગાઉ આરોપી ઉમેશ ભાટીયા, હરિશ તેમજ રમેશ નલાની ધરપકડ કરાઇ છે.. ત્યારબાદ આ સમગ્ર મામલે તપાસ સુરત પોલીસ કમિશનર દ્વારા સોંપવામાં આવી હતી ત્યારે ઇકોસેલ દ્વારા ઉધના પોલીસે પકડેલા આરોપી ઉમેશ હરીશ અને રમેશના રિમાન્ડ લઈ અને તેમની પૂછપરછ કરીને માહિતી મેળવી હતી કે ફરિયાદીની ફર્મનો જે માલ હતો તેનું વેચાણ રાજેન્દ્ર મિશ્રા ઉર્ફે ગુડ્ડુ મારફતે કરાવેલું છે.
આ સમગ્ર ઘટનામાં ગુડ્ડુની પણ ભૂમિકા હોવાના કારણે અલગ અલગ ટીમો આરોપી ગુડ્ડુ ઉર્ફે રાજેન્દ્રને પકડવા લાગી હતી. ત્યારે ઇકોસેલે બાતમીના આધારે ઉત્તર પ્રદેશથી રાજેન્દ્ર ઉર્ફે ગુડુની ધરપકડ કરી છે. ગુડ્ડુ નામનો આરોપી સુલતાનપુર ખાતેથી ઝડપાયો છે. જોકે તે સુરતમાં હતો ત્યારે તેને માહિતી મળી હતી કે તેને પોલીસ શોધી રહી છે એટલે તે સુરતના ઘરેથી પોતાનો મોબાઈલ બંધ કરીને ઘરેથી ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના આરોપીને યૂપીથી સુરત લાવનારા સુરતના 4 પોલીસ કર્મીઓ સામે યૂપીમાં અપહરણનો ગુનો નોંધાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


