હિંમતનગર બાદ ખંભાતમાં રામનવમી શોભાયાત્રામાં ઘર્ષણ, બે જુથ વચ્ચે પથ્થરમારો, જુઓ વિડીયો
સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હવે ખંભાતમાં પણ આવી ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના ખંભાતમાં પણ રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રામાં ઘર્ષણ થયું છે. શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતિ પ્રમાણે ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આ ઘર્ષણ થયું છે. શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાના કારણે à
Advertisement
સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હવે ખંભાતમાં પણ આવી ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના ખંભાતમાં પણ રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રામાં ઘર્ષણ થયું છે. શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે.
મળતી માહિતિ પ્રમાણે ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આ ઘર્ષણ થયું છે. શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાના કારણે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે. ઘટનાની જાણ થતાની સાથે જ ખંભાત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે હાલ તો સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. સાથે જ કેટલાક લોકોની અટકાયત કરી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
Advertisement
ઉલ્લેખનીય છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરીને સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે રામનવમી નિમિત્તે વિવિધ જગ્યાઓ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેવી જ રીતે ખંભાતમાં પણ આ પ્રકારની શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રા શહેરના શક્કરપુર વિસ્તારમાં પહોંચતા બે જુથ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો પણ થયો છે.
આ પહેલા હિંમતનગરમાં પણ ઘર્ષણ
ખંભાત પહેલા સાબરકાંઠાના હિંમતનનગરમાં પણ આ પ્રકારની ઘટના બની છે. હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. માત્ર આટલું જ નહીં પણ કેટલાક લોકો દ્વારા વાહનોમાં આગ પણ લગાવવામાં આવી છે. ત્યાં પહોંચેલા પોલીસ કાફલા ઉપર પણ પથ્થરમારો થયાના સમાચાર મળ્યા છે. ત્યાં સુધી કે પોલીસની ગાડીને પણ નિશાન બનાવવામાં આવી હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટીયરગેસનો ઉપયોગ કરવાની ફરજ પણ પડી છે.
Advertisement


