Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે રાતે 8.30થી 9.30 વાગ્યા સુધી મનાવવામાં આવ્યો અર્થ અવર, જાણો શું છે તે અને કેમ મનાવાય છે ?

આજે દુનિયાભરમાં રાતે 8.30 વાગ્યાથી એક કલાક એટલે કે 9.30 વાગ્યા સુધી અર્થ અવર મનાવવામાં આવશે. દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે રાતે 8.30 વાગ્યાથી વિશ્વભરમાં અર્થ અવર મનાવવામાં આવે છે. આ વર્ષે 2021માં અર્થ અવર ડે 27 માર્ચે મનાવવામાં આવી રહ્યો છે. અર્થ અવર જે મનાવવા પાછળનો હેતુ ઉર્જાની બચત અને પર્યાવરણ સુરક્ષા માટે જાગૃતિ કેળવવાનો છે. અર્થ અવર વિશ્વ વન્યજીવ તેમજ પર્યાવરણ સંગઠન(વર્લ્ડ વા
આજે રાતે 8 30થી 9 30 વાગ્યા સુધી મનાવવામાં આવ્યો અર્થ
અવર  જાણો શું છે તે અને કેમ મનાવાય છે
Advertisement

આજે દુનિયાભરમાં રાતે 8.30 વાગ્યાથી એક કલાક એટલે કે 9.30 વાગ્યા સુધી અર્થ અવર
મનાવવામાં આવશે. દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે રાતે
8.30 વાગ્યાથી વિશ્વભરમાં અર્થ અવર મનાવવામાં આવે છે. આ વર્ષે 2021માં અર્થ અવર ડે 27 માર્ચે મનાવવામાં આવી રહ્યો છે.
અર્થ અવર જે મનાવવા પાછળનો હેતુ ઉર્જાની બચત અને પર્યાવરણ સુરક્ષા માટે જાગૃતિ
કેળવવાનો છે. અર્થ અવર વિશ્વ વન્યજીવ તેમજ પર્યાવરણ સંગઠન(વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ(
WWF)
દ્વારા શરૂ કરવામમાં આવેલ અભિયાન છે. આની શરૂઆત વર્ષ 2007માં ઑસ્ટ્રેલિયાના સિડની શહેરથી થઈ હતી. એ સમયે ઑસ્ટ્રેલિયાના સ્થાનિક સમય
અનુસાર સાંજે
7.30 વાગે પહેલી વાર અર્થ અવરનુ આયોજન કરવામાં
આવ્યુ હતુ. ત્યારબાદ વર્ષ
2008માં 35 દેશોએ
અર્થ અવરમાં ભાગ લીધો.

 

Advertisement

રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે અર્થ અવરની ઉજવણી કરવામાં
આવી હતી. વિશ્વભરના લોકો પ્રકૃતિ અને પૃથ્વીના સમર્થનમાં શનિવાર
26 માર્ચ 2022ના રોજ રાત્રે 8:30 થી 9:30 વાગ્યાની વચ્ચે લાઇટ બંધ કરે છે.
દિલ્હીમાં અર્થ અવર શરૂ થયા પછી ઇન્ડિયા ગેટની લાઇટો બંધ કરવામાં આવી હતી.

Advertisement

 

#WATCH | Maharashtra: The Brihanmumbai Municipal Corporation (BMC) building in Mumbai shuts its light to observe #EarthHour2022

The world is observing Earth Hour by switching off lights in support of nature & the planet today, 26 March 2022, between 8:30pm-9:30pm. pic.twitter.com/uVwpAofeeP

— ANI (@ANI) March 26, 2022" title="" target="">javascript:nicTemp();

190 થી વધુ દેશોના લોકો અર્થ અવરની ઉજવણી કરે છે

આની શરૂઆત 2007માં સિડની, ઓસ્ટ્રેલિયામાં લાઇટ-ઓફ ઇવેન્ટ તરીકે થઈ હતી. 2008માં 35 દેશોમાં 29 માર્ચે રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી અર્થ અવરની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે 190 થી વધુ દેશોના લોકો અર્થ અવરની ઉજવણી કરવા માટે તૈયાર છે. આ તમામ
લોકો ધરતીની રક્ષા માટે પોતાનો સહયોગ બતાવી રહ્યા છે.

 

વર્લ્ડ વાઈડ ફંડ-ઈન્ડિયાએ અર્થ અવર એન્થમ બહાર પાડ્યું

આ વર્ષની ઇવેન્ટની 16મી આવૃત્તિની થીમ 'શેપ અવર ફ્યુચર' છે. ભારતમાં વર્લ્ડ વાઈડ ફંડ-ઈન્ડિયા (WWF)
'આપણી પૃથ્વી'
શીર્ષક ધરાવતું અર્થ અવર ઈન્ડિયાનું ગીત રજૂ
કર્યું છે. તેને શાંતનુ મોઇત્રાએ કમ્પોઝ કર્યું છે અને મોહિત ચૌહાણે ગાયું છે. આ
ગીતમાં ભારતના નાગરિકોને જળવાયુ પરિવર્તનના જોખમ સામે તાત્કાલિક પગલાં લેવાની અપીલ
કરવામાં આવી છે.


વીજળી કંપનીએ દિલ્હીવાસીઓને બિન-જરૂરી લાઇટ બંધ કરવાની અપીલ કરી

રાષ્ટ્રીય રાજધાનીમાં BSES (પાવર કંપની) એ
તેના
46 લાખથી વધુ ગ્રાહકો અને લગભગ 18 મિલિયન રહેવાસીઓને એક સુરક્ષિત, વધુ ન્યાયી અને વધુ ટકાઉ ભવિષ્ય માટે એકસાથે ઊભા રહેવા વિનંતી કરી
છે. વીજળી વિતરણ કંપનીએ દિલ્હીવાસીઓને અર્થ અવર દરમિયાન બિન-જરૂરી લાઇટ બંધ કરવા
જણાવ્યું છે.


આવનારી પેઢી માટે સારું ભવિષ્ય બનાવી શકાય છે

વીજળી બચાવવા માટે આ પગલું માત્ર બચતનું સાધન નથી, પરંતુ તે પર્યાવરણની સુરક્ષા પ્રત્યે સામૂહિક ભાવના પણ લાવે છે. તે
દર્શાવે છે કે સાથે મળીને કામ કરીને આવનારી પેઢી માટે વધુ સારું ભવિષ્ય બનાવી શકાય
છે.

Tags :
Advertisement

.

×