Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રમત

'હવેથી તું મારા હાથનું રમકડું છે!' વરમાળા પહેરાવતી ઈશાને કમરેથી જકડીને સમીરનું ગણગણવું હાજર દોસ્તોને રૉમેન્ટિક લાગ્યું. ઈશાએ શરમાળ સ્મિત કરીને વરમાળા પહેરાવતા કહ્યું,'હું એવું રમકડું છું જે તને રમાડશે! જરાય હલ્યા વગર હૉલમાં નજર ફેરવ! જરા પંડિતને ધ્યાનથી જોઈ લેજે..!' સમીર અકરમની નજર બધે ફરી વળી. આજે તો ખિસ્સામાં સાઇનાઇડ કેપસ્યુલ કે રિવોલ્વર પણ ક્યાં? અંડરકવર એજન્ટ ઈશાનો બંદોબસ્ત જà
રમત
Advertisement
"હવેથી તું મારા હાથનું રમકડું છે!" વરમાળા પહેરાવતી ઈશાને કમરેથી જકડીને સમીરનું ગણગણવું હાજર દોસ્તોને રૉમેન્ટિક લાગ્યું. ઈશાએ શરમાળ સ્મિત કરીને વરમાળા પહેરાવતા કહ્યું,"હું એવું રમકડું છું જે તને રમાડશે! જરાય હલ્યા વગર હૉલમાં નજર ફેરવ! જરા પંડિતને ધ્યાનથી જોઈ લેજે..!" 
સમીર અકરમની નજર બધે ફરી વળી. આજે તો ખિસ્સામાં સાઇનાઇડ કેપસ્યુલ કે રિવોલ્વર પણ ક્યાં? અંડરકવર એજન્ટ ઈશાનો બંદોબસ્ત જડબેસલાક હતો અને રોમાન્સ મદહોશ! સમીર અકરમે દાંત ભીંસ્યા, ઈશાના ઉદરમાં થડકાટ થયો.
-દિના રાયચુરા
Tags :
Advertisement

.

×