Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

G20 સમિટના ડેલીગેટ્સનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને કરાયું સ્વાગત

G20 સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના (Kutch) મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ (White Desert) ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને  તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત (Welcome) કરવામાં આવ્યું હતું. આવતીકાલે ધોરડો ખાતે એક સમીટનું આયોજન કરવામાં આવ્યું છે જે મહત્વની માનવામાં આવે છે.કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારીશ્રીઓને શ્વેત રણમાં મીઠેરો આવકાર આપવામાં આવ્યો હà
g20 સમિટના ડેલીગેટ્સનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને કરાયું સ્વાગત
Advertisement
G20 સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના (Kutch) મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ (White Desert) ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને  તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત (Welcome) કરવામાં આવ્યું હતું. આવતીકાલે ધોરડો ખાતે એક સમીટનું આયોજન કરવામાં આવ્યું છે જે મહત્વની માનવામાં આવે છે.
કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારીશ્રીઓને શ્વેત રણમાં મીઠેરો આવકાર આપવામાં આવ્યો હતો. ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા નીકળેલા ડેલીગેટસના માનમાં વોચ ટાવરથી સનસેટ પોઇન્ટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. 
લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અહીં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કળા રજૂ કરી હતી.
રોડના શોના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા-ગમેલા, કચ્છી કાફી તેમજ કચ્છની ગ્રામીણ વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ કચ્છી લોક નૃત્યોને પેશ કર્યું હતું.
કેમલ સફારી (Camel Safari) સાથે કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને નિહાળીને ડેલિગેટસે (Delegates) આનંદ અનુભવ્યો હતો. સફેદ રણમાં આથમતા સૂરજની સોનેરી સંધ્યા વચ્ચે વિવિધ દેશના પ્રતિનિધિઓએ સેલ્ફી લઈને સફેદ રણની મજા માણી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×