Gambhira Bridge Tragedy : વડોદરા જિલ્લાના અણઘડ વહીવટનો બોલતો પુરાવો
Gambhira Bridge tragedy :વડોદરા જિલ્લાના પાદરા અને આણંદને જોડતા મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. 9 જુલાઈ, 2025ના રોજ બનેલી આ દુ:ખદ ઘટનામાં બ્રિજનો એક ભાગ તૂટી પડવાથી 20 લોકોના મોત થયા, જ્યારે અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. આ ઘટના બાદ રેસ્ક્યૂ કામગીરી હજુ ચાલુ હોવા છતાં, વહીવટી તંત્રની બેદરકારીએ લોકોમાં આક્રોશ પેદા કર્યો છે. જણાવી દઇએ કે, R&B વિભાગે બ્રિજના એક ભાગ પર દીવાલ ચણી દીધી. આ દીવાલ ચણવાની પ્રક્રિયા એવા સમયે હાથ ધરવામાં આવી જ્યારે રેસ્ક્યૂ વાહનો હજુ બ્રિજ પર હાજર હતા. આના કારણે રેસ્ક્યૂ વાહનો દીવાલની અંદર ફસાઈ ગયા, જેના લીધે બચાવ કામગીરીમાં વિલંબ થયો. આ ઘટનાએ વહીવટની અણઘડ નીતિ અને અયોગ્ય આયોજનને ઉજાગર કર્યું. હવે, ફસાયેલા વાહનોને બહાર કાઢવા માટે આ દીવાલ તોડવાની ફરજ પડશે, જેના કારણે સમય અને સંસાધનોનો વધુ વ્યય થશે.


