Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રમિકોના વિવિધ મુદ્દે ગાંધીધામ લોકલ ટ્રાન્સપોર્ટ ટ્રક ઓનર્સ એસોસીએશન સ્વૈચ્છિક હડતાલ પર

કચ્છના કંડલા ખાતે દિનદયાળ પોર્ટ ઓથોરિટી સામે લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. પોર્ટ પર આવતા ટ્રકની એન્ટી માટે  આર.એફ.આઈ.ડી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેનાથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થવા ઉપરાંત શ્રમિકો માટેની મૂળભૂત સુવિધા સહિતના મુદે  ગાંધીધામ લોકલ ટ્રાન્સપોર્ટ ટ્રક ઓનર્સ એસોસીએશન તથા કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ વ
શ્રમિકોના વિવિધ મુદ્દે ગાંધીધામ લોકલ ટ્રાન્સપોર્ટ ટ્રક ઓનર્સ એસોસીએશન સ્વૈચ્છિક હડતાલ પર
Advertisement
કચ્છના કંડલા ખાતે દિનદયાળ પોર્ટ ઓથોરિટી સામે લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. પોર્ટ પર આવતા ટ્રકની એન્ટી માટે  આર.એફ.આઈ.ડી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેનાથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થવા ઉપરાંત શ્રમિકો માટેની મૂળભૂત સુવિધા સહિતના મુદે  ગાંધીધામ લોકલ ટ્રાન્સપોર્ટ ટ્રક ઓનર્સ એસોસીએશન તથા કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ વેલફેર એસોસીએશન દ્વારા આજે શુક્રવારે સવારથી પાંચ હજાર જેટલી ટ્રક ના પૈડા થભાવી દેવામાં આવ્યા છે. જેને પગલે પોર્ટ ઓપરેશન પર આયાત નિકાસના લોડિગ અનલોડિંગ સહિતની કામગીરીને અસર પડી છે. 
ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી હતી.
ગતરોજ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં આજે સવારથી તમામ કામગીરી થી સ્વેચ્છિક અળગા રહેવાનુ નકકી કરીને ગાડીઓને જયાં હોય ત્યાં જ થંભાવી દેવાઈ છે. તો બીજીતરફ 2500 જેટલા શ્રમિકોને પણ ઠેકેદારોએ આજે રજા રખાવી દીધી છે. જયાં સુધી લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી આ સ્વેચ્છિક હડતાલ જારી રાખવાનું એલાન કરાયું છે. 
કામદાર અને ડ્રાઈવર માટે શૌચાલયની વ્યવસ્થાનો અભાવ
ટ્રાન્સપોર્ટના વિવિધ એસોસિએશન વતીથી આગેવાન  નવીન ઝરૂએ   વિવિધ માંગણીઓ જણાવતા કહ્યું હતું કે   પોર્ટ પર લગાવવામાં આવેલી આર.એફ.આઈ.ડી સિસ્ટમમાં રીચાર્જ થતું હોવા છતાં ગેટ પર દર્શાવતું નથી. તેમાં ફાસ્ટટ્રેક જેવી સુવિધા જરૂરી છે. 13,14,15 અને 16 નંબરની જેટી પર જવા માટે એક જ રોડ છે. જો 13 નંબરની જેટીમાં ટ્રાફિક જામ થાય તો આવન જાવન ઠપ્પ થઈ જાય છે. જેથી આવવા અને જવા માટે ચાર ગેટ હોવા જોઈએ. વેસ્ટ ગેટ નંબર 1 માટે પાર્કિગની વ્યવસ્થા નથી. પોર્ટમાં અકસ્માંત થાય તો પ્રશાસન દ્વારા ફરિયાદ કરવામાં આવે. પોર્ટમાં વે બ્રીજની સુવિધા ઉપલબ્ધ નથી. કામદાર અને ડ્રાઈવર માટે શૌચાલયની વ્યવસ્થાનો અભાવ, લાઈટ તેમજ ગેટ પર જવાબદાર અધિકારી હોવા જોઈએ, વગેરે પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા હતા.
આર.એફ.આઈ.ડી સિસ્ટમના લીધે ઈંધણનો વ્યય
આર.એફ.આઈ.ડી સિસ્ટમના લીધે ઈંધણનો વ્યય, વારંવાર સર્વર ડાઉન થવાના બનાવોથી ટ્રાન્સપોર્ટરો તેમજ ડ્રાઈવરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પોર્ટમાં વે બ્રીજ સીએચએને ચલાવવા આપવા વગેરે મુદે તા.8/2 સુધીમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામના સાંપડતા મહાબંદરની કોઈ પણ માલ સામગ્રી નહી ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હડતાલને પગલે પોર્ટ પ્રશાસન દ્વારા વાયદા બેઠક માટે બોલાવાયા છે.
આજે સવારથી કંડલા માર્ગો પર સતત દેખાતા ધમધમાટ પર અસર જોવા મળી હતી. લોકલ ગાડીઓના થપ્પા લાગેલા જોવા મળ્યા હતા. જયાં જગ્યા મળી ત્યાં ટ્રકમાલિકોએ વાહનોને પાર્ક કરી દીધા છે. ડમ્ફર એશોની પ્રમુખ શીવા આહીરે જણાવ્યું હતું કે હડતાલને પગલે પોર્ટ પ્રશાસન દ્વારા વાયદા બેઠક માટે બોલાવાયા છે. પણ જયાં સુધી લેખિતમાં ખાતરી નહી મળે ત્યાં સુધી હડતાલ જારી રખાશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×