Gandhinagar Digital Arrest : દેશનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ, તમે રાખજો ધ્યાન!
આરોપીઓએ મહિલા તબીબને 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવીની ધમકી આપી હતી.
Advertisement
Gandhinagar : રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની (Digital Arrest) ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાંથી સૌથી મોટો ડિજિટલ એરેસ્ટનો કેસ સામે આવ્યો છે. એક મહિલા તબીબ ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. આરોપીઓએ મહિલા તબીબને 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવીની ધમકી આપી હતી અને 35 જેટલા બેંક એકાઉન્ટ 19.24 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ મહિલા તબીબનું ઘર, ઘરેણા, FD, શેર સર્ટિફિકેટ વેચાવી રૂપિયા પડાવ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ ફ્રોડનું કનેક્શન કંબોડિયા (Cambodia) ખાતેનું તપાસમાં સામે આવ્યું છે. સાઇબર ક્રાઇમ પોલીસે (Cyber Crime Police) એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement


