Gandhinagar : ખાધ પદાર્થના ભેળસેળિયાઓ પર સરકારની તવાઈ નક્કી
ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2006માં સુધારો કરીને સરકાર ભેળસેળના ગુનાઓ સામે કડક સજાની જોગવાઈ કરવા જઈ રહી છે. નવા નિયમો અનુસાર, જો ભેળસેળયુક્ત ખોરાકને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો ગુનેગારને 7 વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે.
Advertisement
Food Adulteration : ગુજરાત સરકારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વધતા જતા કેસો સામે કડક વલણ અપનાવ્યું છે અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે મોટું પગલું ભરવાની તૈયારી શરૂ કરી છે. આ માટે, ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ 2006માં દંડની જોગવાઈઓમાં સુધારો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ પગલાં દ્વારા સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાકની ખાતરી આપવાનો છે.
Advertisement


