gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર
ગાંધીનગરના કુડાસણ ખાતે તુલસી ફાર્મમાં ઠાકોર સમાજે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું, જેમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા.
Advertisement
ગાંધીનગરના કુડાસણ ખાતે તુલસી ફાર્મમાં ઠાકોર સમાજે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું, જેમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા. આ સંમેલનનું આયોજન ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા વિક્રમ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું અને તેમાં રાજ્યના વિવિધ કલાકારો તેમજ સમર્થકો હાજર રહ્યા. રાજ શેખાવત પણ આ સંમેલનમાં હાજર રહ્યા.
વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, "રાજ્ય સરકારના તમામ કાર્યક્રમોમાં અમને આમંત્રણ આપવામાં આવતું નથી, અને આ માટે અમારે હવે એકઠા થવા અને સશક્ત પ્રતિસાદ આપવાની જરૂર છે."
Advertisement
Advertisement


