Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીધામ સંકુલમાં ચોરી અને લૂંટનો આંતક મચાવનાર ગેંગ ઝડપાઇ, ત્રણ પિસ્તોલ 37 જીવતા કારતૂસ જપ્ત કરી

કચ્છના ગાંધીધામ સંકુલમાં ચોરી અને લૂંટ નો તરખાટ મચાવનાર લૂંટારું ચોર ગેંગ  અંતે પોલીસના સકંજામાં આવી ગઈ છે. પોલીસે આડેસર પાસેથી કચ્છમાં ફરી એક વખત લુંટ અને ચોરી માટે પ્રવેશી રહેલી ચાર સભ્યોની ટોળીને ત્રણ પિસ્તોલ 37 જીવતા કારતૂસ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી છે. હાલ વધુતપાસ ચાલી રહી છે. અને ગાંધીધામ સંકુલના  છ અલગ અલગ ગુન્હાઓના ભેદ ઉકેલાયા છે. પોલીસની સતાવાર વિગતો મૂજબ ગત રાત્રે àª
ગાંધીધામ સંકુલમાં ચોરી અને લૂંટનો આંતક  મચાવનાર ગેંગ ઝડપાઇ  ત્રણ પિસ્તોલ 37 જીવતા કારતૂસ જપ્ત કરી
Advertisement
કચ્છના ગાંધીધામ સંકુલમાં ચોરી અને લૂંટ નો તરખાટ મચાવનાર લૂંટારું ચોર ગેંગ  અંતે પોલીસના સકંજામાં આવી ગઈ છે. પોલીસે આડેસર પાસેથી કચ્છમાં ફરી એક વખત લુંટ અને ચોરી માટે પ્રવેશી રહેલી ચાર સભ્યોની ટોળીને ત્રણ પિસ્તોલ 37 જીવતા કારતૂસ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી છે. હાલ વધુતપાસ ચાલી રહી છે. અને ગાંધીધામ સંકુલના  છ અલગ અલગ ગુન્હાઓના ભેદ ઉકેલાયા છે. 
પોલીસની સતાવાર વિગતો મૂજબ ગત રાત્રે પોલીસની વિવિધ ટુકડીઓ પેટ્રોલિંગમાં હતી ત્યારે આડેસર ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલા ચાર લોકોને અટકાવીને તપાસ હાથ ધરાતા આ ગેંગનો પર્દાફાશ થયો હતો. સાંતલપુર તરફથી આડેસર જતા માર્ગ અજાણ્યા વાહનમાંથી  ઉતરીને કચ્છમાં પગદંડીના માર્ગે પ્રવેશ કરી રહેલા ચાર આરોપીઓ  અશોક ઉર્ફે આર્યન  રમેશ નિમ્બારામ પ્રજાપતિ રે મધ્યપ્રદેશ , અભિલેષ સુરેશ જાટવ રે રાજસ્થાન, દિપક ભચુસિંગ કુશ્વાહ રે, રાજસ્થાન,  અજયસિંહ બિજેન્દ્રસિંહ રહે રાજસ્થાનને પકડી લેવાયા હતા. 
આરોપીઓના કબ્જામાથી પોલીસે  એક પિસ્ટલ, બે મેગેઝિન, બે દેશી કટ્ટા,  નાના મોટા મળીને કુલ 37 જીવતા કારતૂસ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ઝડપાયેલી પિસ્તોલમાં ઓનલી ફોર આર્મી લખેલું છે.પ્રાથમિક  પૂછપરછમાં આરોપીઓએ દોઢ માસ અગાઉ અંજાર બાયપાસ ઉપર  બાઈક ચોરી, અંજાર ભૂજ હાઈવે પર બાઈક ચાલક પાસેથી રોકડ રકમ અને મોબાઈલની લુંટ, ઉપરાંત  ગાંધીધામની બાઈક ચોરીની કબૂલાત આપી છે. ગાંધીધામની ચોરી કરેલું બાઈક મધ્યપ્રદેશમાં વેંચીને તે ના બદલામાં આરોપીઓએ પિસ્તોલ મેળવી હતી.  આ ઉપરાંત આદિપુરમાં બાઈક કરવા સમયે ગાડી માલિક જાગી જતાં આરોપીઓએ બાઈક વડે નાસી ગયા હતા અને ફાયરિંગ પણ કર્યુ હતુ. જેના સીસીટીવી  બહાર આવ્યા હતા. 
પોલીસ આ ગેંગને વધુ પુછપરછ હાથ ધરી છે. આરોપીઓ સામે રાજસ્થાનના વિવિધ પોલીસ મથકોમાં કુલ મળીને 8  ગંભીર ગુન્હા નોંધાયેલા હોવાનું બહાર આવ્યું  છે. જેમાં લુંટ, મારામારી, ચોરી અને હથિયારાધારાના ગુન્હા નોંધાયેલા છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×