Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મહિલા સાથે ગેંગ રેપ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગેંગ રેપનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સામૂહિક દુષ્કર્મની આ ઘટના કોઈ અંધારા સ્થળે નહીં, પરંતુ પ્લેટફોર્મ પર જ બની હતી. પ્લેટફોર્મ નંબર 8-9 પર ટ્રેનની લાઇટિંગ હટમાં 30 વર્ષની મહિલા પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ રેલવે કર્મચારી હોવાનું કહેવાય છે.પ્રાપ્ત માહિતી મà
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મહિલા સાથે ગેંગ રેપ
Advertisement
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગેંગ રેપનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સામૂહિક દુષ્કર્મની આ ઘટના કોઈ અંધારા સ્થળે નહીં, પરંતુ પ્લેટફોર્મ પર જ બની હતી. પ્લેટફોર્મ નંબર 8-9 પર ટ્રેનની લાઇટિંગ હટમાં 30 વર્ષની મહિલા પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ રેલવે કર્મચારી હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ રેલ્વેમાં નોકરી અપાવવાના નામ પર ગેંગ રેપ કરાયો હતો. નરાધમોમાં એક મહિલાનો પરિચીત હતો. પીડિત મહિલા હરિયાણાના ફરીદાબાદ વિસ્તારની રહેવાસી છે. નોકરી અપાવવાના નામે તેણે પહેલા પોતે મહિલા પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેના અન્ય સાગરિતોએ મહિલા પર દુષ્કર્મ કર્યું હતું.  આ સમગ્ર ઘટનામાં તેના અન્ય બે સાગરિતોએ તેને સાથ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ, તમામ આરોપીઓ નશામાં હતા, તેઓએ મહિલાને ડરાવી-ધમકાવીને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે 12.30 થી 1.30 વાગ્યાની વચ્ચે હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ આરોપી ફરાર થઇ ગયા હતા.  શુક્રવારે સવારે લગભગ 2.30 વાગે પીડિતાએ પીસીઆર કોલ કર્યો હતો. 
દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ગેંગ રેપના સમાચાર મળતાં જ પોલીસના હોશ ઉડી ગયા હતા. માહિતી મળતાં જ જીઆરપી, રેલવે પોલીસ અને રેલવેના અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિતાની આપવિતી સાંભળી તપાસ શરુ કરી હતી.  ગેંગ રેપને અંજામ આપનાર મુખ્ય આરોપી રેલવે કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. 
પોલીસે ઘટનાની તપાસ કરીને મુખ્ય આરોપીને ઝડપી લીધા હતા. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે અન્ય આરોપીઓ પણ રેલ્વે કર્મચારી છે, ત્યારબાદ પોલીસે દરોડો પાડીને અન્ય આરોપીઓને પણ ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ રેલ્વેના ઈલેક્ટ્રીકલ અને અન્ય વિભાગમાં કામ કરે છે તેવું માહિતીમાં બહાર આવ્યું છે.
 
Tags :
Advertisement

.

×