Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સન ફાર્મા રોડ પરની સોસાયટીઓ દ્વારા સંયુક્ત રીતે ગરબાનું આયોજન

નવરાત્રિ માટે જાણીતા વડોદરા શહેરમાં સન ફાર્મા રોડ ઉપર આવેલી સોસાયટીઓએ નવી પરંપરા શરૂ કરી છે. મોટા કોમર્શિયલ ગરબાઓમાં પાસની ઊંચી કિંમત હોવા ઉપરાંત જ્યાં સુધી દીકરીઓ ગરબા રમીને પરત ના આવે ત્યાં સુધી માતા પિતાને ચિંતા રહેતી હોય છે. આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે સન ફાર્મા રોડ ઉપર આવેલી 110 સોસાયટીના હોદ્દેદારો અને રહિશોએ મળીને સંયુક્ત રીતે ગરબાનું આયોજન કર્યુ છે.તેમજ 110 સોસાયટીનà
સન ફાર્મા રોડ પરની સોસાયટીઓ દ્વારા સંયુક્ત રીતે ગરબાનું આયોજન
Advertisement
નવરાત્રિ માટે જાણીતા વડોદરા શહેરમાં સન ફાર્મા રોડ ઉપર આવેલી સોસાયટીઓએ નવી પરંપરા શરૂ કરી છે. મોટા કોમર્શિયલ ગરબાઓમાં પાસની ઊંચી કિંમત હોવા ઉપરાંત જ્યાં સુધી દીકરીઓ ગરબા રમીને પરત ના આવે ત્યાં સુધી માતા પિતાને ચિંતા રહેતી હોય છે. આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે સન ફાર્મા રોડ ઉપર આવેલી 110 સોસાયટીના હોદ્દેદારો અને રહિશોએ મળીને સંયુક્ત રીતે ગરબાનું આયોજન કર્યુ છે.
તેમજ 110 સોસાયટીના સંગઠનને આ વખતે એવુ પણ નક્કી કર્યુ છે કે નવરાત્રીમાં મા શક્તિની ભક્તિના પ્રતિક રૂપે 100 ગરીબ દીકરીઓને દત્તક લેવામા આવશે અને આ 100 દીકરીઓના ભણતર સહિતનો તમામ ખર્ચ સંગઠન દ્વારા ઉઠાવવામાં આવશે તો સાથે જ સમાજમાં અંગ દાનને લઈને લોકોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશ્ય સાથે ગરબામાં આવતા ખેલૈયાઓ પાસે રોજ અંગ દાન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવનાર છે. અહીં ગરબામાં આવનાર ખેલૈયાઓ માટે બે એમ્બ્યુલન્સ સહિત તબીબોની આખી ટીમ પણ તૈનાત કરવામાં આવનાર છે.
Tags :
Advertisement

.

×