Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FASTagની સમસ્યામાંથી મળશે મુક્તિ, નંબર પ્લેટ પરથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે

દેશ ટૂંક સમયમાં FASTagની ઝંઝટમાંથી મુક્ત થવા જઈ રહ્યો છે.ત્યારે  આ સાથે ટોલ પ્લાઝા પણ ભૂતકાળ બની જવાના છે. વાસ્તવમાં સરકાર નેશનલ હાઈવે પરથી ટોલ હટાવીને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરાથી ટોલ ટેક્સ વસૂલવાની યોજના પર કામ કરી રહી છે. આ માહિતી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ આપી છે. હાલમાં FASTag દ્વારા ટોલ પ્લાઝા પર ટેક્સ કાપવામાં આવે છે. પરંતુ ટૂંક સમયમાં ઓટોમેટીક નંબર પ્લà
fastagની સમસ્યામાંથી મળશે મુક્તિ  નંબર પ્લેટ પરથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે
Advertisement

દેશ ટૂંક સમયમાં FASTagની ઝંઝટમાંથી મુક્ત થવા જઈ રહ્યો છે.ત્યારે  આ સાથે ટોલ પ્લાઝા પણ ભૂતકાળ બની જવાના છે. વાસ્તવમાં સરકાર નેશનલ હાઈવે પરથી ટોલ હટાવીને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરાથી ટોલ ટેક્સ વસૂલવાની યોજના પર કામ કરી રહી છે. આ માહિતી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ આપી છે. 


હાલમાં FASTag દ્વારા ટોલ પ્લાઝા પર ટેક્સ કાપવામાં આવે છેપરંતુ ટૂંક સમયમાં ઓટોમેટીક નંબર પ્લેટ રીડર કેમેરા આ કામ કરશે. કેમેરા આ ઓટોમેટિક નંબર પ્લેટ વાંચશે અને તમારા બેંક ખાતામાંથી ટોલ ટેક્સના પૈસા કપાશે. આ અંગે માહિતી આપતાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ યોજના પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે આ યોજનાને લાગુ કરવા માટે કાયદાકીય સુધારા પર પણ વિચાર કરવામાં આવશે.

Advertisement


Advertisement


નીતિન ગડકરીએ કહ્યું કે હવે ટોલ પ્લાઝાને હટાવવાની અને નંબર પ્લેટ રીડર કેમેરા લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જે ડ્રાઇવરો પાસેથી ટોલ ટેક્સ વસૂલ કરશે. રિપોર્ટ અનુસાર ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં લાગતો સમય ઓછો થશે. ગડકરીએ કહ્યું કે, જો કે, આ પ્રોજેક્ટમાં કેટલીક અડચણો પણ આવી રહી છે, જેને ઉકેલવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, જો નંબર પ્લેટ પર નંબર સિવાય બીજું કંઈ લખેલું હોય તો કેમેરા વાંચવામાં સમસ્યા આવી શકે છે. 


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ સિવાય બીજી એક મોટી સમસ્યા વિશે વાત કરતાં કહ્યું કે, ટોલ ટેક્સ ન ભરનારા વાહનચાલકને કેવી રીતે સજા કરવી, કારણ કે ટોલ ટેક્સ છોડનારા વાહન માલિકને સજા કરવાની કોઈ રીત નથી. હજુ સુધી કોઈ કાનૂની જોગવાઈ નથી. તેમણે કહ્યું કે આને પણ કાયદાના દાયરામાં લાવવાની જરૂર છે. ગડકરીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જે વાહનોમાં આવી નંબર પ્લેટ નથી તેમને તેને લગાવવા માટે ચોક્કસ સમય આપવામાં આવશે. 

ટોલ  ટેક્સ કપાત માટે FASTag લાગુ કર્યા પછી, કપાતમાં લાગતા સમયની સાથે ટોલ પ્લાઝા પરની લાંબી લાઈનોમાં પણ ઘણી હદ સુધી રાહત થઈ છે. હાલમાં લગભગ 40,000 કરોડ રૂપિયાના હાઈવે પરના કુલ ટોલ ટેક્સમાંથી 97 ટકા ફાસ્ટેગ્સથી વસૂલવામાં આવે છે. જ્યારે રોકડ અથવા કાર્ડ દ્વારા ત્રણ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. 


આ પ્રક્રિયામાં લાગેલા સમય વિશે વાત કરીએ તો, FASTags આવ્યા પછી, ટોલ પ્લાઝાને પાર કરવામાં વાહન દ્વારા સરેરાશ 47 સેકન્ડનો સમય લાગે છે. અગાઉના મેન્યુઅલ મોડ કલેક્શન દરમિયાન, જ્યાં એક કલાકમાં લગભગ 112 વાહનો ટોલ દીઠ પસાર થાય છે, આ સુવિધા શરૂ થયા પછી, એક કલાકમાં 260 થી વધુ વાહનો સરળતાથી ટોલ પાર કરે છે.

દેશમાં ટોલ વસૂલાતની FASTag સિસ્ટમ લાગુ થયા બાદ કેટલાક ફાયદા થયા છે, ત્યારે કેટલીક મોટી સમસ્યાઓ પણ સામે આવી છે. ઉદાહરણ તરીકે, કેટલાક વાહનો પર FASTag ઇન્સ્ટોલ કરેલું છે, પરંતુ એકાઉન્ટ બેલેન્સ ઓછું હોવાને કારણે વિલંબ થાય છે. આ ઉપરાંત, કેટલીકવાર કેટલાક ટોલ પ્લાઝા પર ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે, જેના કારણે તે ઘણો સમય લે છે. આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે. તેમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ કર્યા બાદ આ સિસ્ટમ ટૂંક સમયમાં દેશમાં લાગુ થઈ શકે છે. 


Tags :
Advertisement

.

×