રસ્તા પર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ વિશાળકાય મૂર્તિ, જુઓ Video
અત્યારે દેશના વિવિધ ભાગોમાં તેમજ વિદેશોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યાં ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જે જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વિડીયોમાં જોવા મળે છે કે એક વિશાળકાય મૂર્તિ ( Giant Idol) નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇને જઇ રહી છે.વિશાળ કાય મૂર્તિ પાણીમાં તણાઇભારે વરસાદના સમય
Advertisement
અત્યારે દેશના વિવિધ ભાગોમાં તેમજ વિદેશોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યાં ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જે જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વિડીયોમાં જોવા મળે છે કે એક વિશાળકાય મૂર્તિ ( Giant Idol) નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇને જઇ રહી છે.
વિશાળ કાય મૂર્તિ પાણીમાં તણાઇ
ભારે વરસાદના સમયમાં અનેક સ્થળોએ પાણીના ભારે પ્રવાહમાં વાહનો તણાતા જોવા મળતા રહે છે પણ સોશિયલ મિડીયામાં એક વિડીયો એવો વાયરલ થયો છે જેમાં એક વિશાળ મૂર્તિ પાણીમાં વહેતી જોવા મળી રહી છે. મૂર્તિને રસ્તા પર તણાતી જોઇને લોકોએ પોતાના વાહનો રસ્તા પરથી હટાવતા જોવા મળે છે. લોકો પણ આ મૂર્તિ તણાતી જોઇને આશ્ચર્યચકિત જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને સેનોરા કેટોલિકા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. વિડીયોમાં જોવા મળે છે કે એક વિશાળ મૂર્તિ પાણીના જોરદાર પ્રવાહ સાથે રસ્તા પર વહેતી જોઈ શકાય છે. તેની સામેના વાહનો ઝડપથી તેના માર્ગ પરથી હટી રહ્યા છે.
યુઝર્સ આશ્ચર્યચકિત
અત્યાર સુધી આ વિડીયોને સોશિયલ મીડિયા પર 4.3 મિલિયનથી વધુ વ્યૂઝ મળવાની સાથે એક લાખ 10 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વિડિઓ જોઈને આશ્ચર્યચકિત થયેલા યુઝર્સ સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે વિડીયો કયા શહેરનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
Advertisement


