ગીતાંજલિ શ્રીની ટોમ્બ ઓફ સેન્ડ હિન્દી નવલકથાએ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો
ગીતાંજલિ શ્રી ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનાર પ્રથમ ભારતીય લેખિકા બની છે. તેમને આ એવોર્ડ નવલકથા 'ટોમ્બ ઓફ સેન્ડ' માટે મળ્યો હતો. ગીતાંજલિ શ્રી મૂળ ઉત્તરપ્રદેશના મૈનપુરીની વતની છે. પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી ગીતાંજલિ શ્રીએ કહ્યું કે 'મેં ક્યારેય બુકરનું સ્વપ્ન જોયું ન હતું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એવોર્ડ જીતી શકીશ.''ટોમ્બ ઓફ સેન્ડ' વિશ્વના 13 પુસ્તકો પૈકી એક હતું જેને આંતà
Advertisement
ગીતાંજલિ શ્રી ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનાર પ્રથમ ભારતીય લેખિકા બની છે. તેમને આ એવોર્ડ નવલકથા 'ટોમ્બ ઓફ સેન્ડ' માટે મળ્યો હતો. ગીતાંજલિ શ્રી મૂળ ઉત્તરપ્રદેશના મૈનપુરીની વતની છે. પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી ગીતાંજલિ શ્રીએ કહ્યું કે 'મેં ક્યારેય બુકરનું સ્વપ્ન જોયું ન હતું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એવોર્ડ જીતી શકીશ.'
'ટોમ્બ ઓફ સેન્ડ' વિશ્વના 13 પુસ્તકો પૈકી એક હતું જેને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનાર 'ટોમ્બ ઓફ સેન્ડ' કોઈપણ ભારતીય ભાષામાં પ્રથમ પુસ્તક બની ગયું છે.
લેખિકા ગીતાંજલિ શ્રીની નવલકથા 'ટોમ્બ ઑફ સેન્ડ'ને ગયા મહિને ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ માટે 'શોર્ટલિસ્ટ' કરવામાં આવી હતી. ગીતાંજલિ શ્રીનું આ પુસ્તક મૂળ હિન્દીમાં 'રેત સમાધિ' તરીકે પ્રકાશિત થયું હતું. જેનો અંગ્રેજી અનુવાદ 'ટોમ્બ ઓફ સેન્ડ' હતો. જે ડેઝી રોકવેલ દ્વારા કરવામાં આવ્યો હતો અને જ્યુરી સભ્યોએ તેને 'અદભૂત અને અકાટ્ય' ગણાવ્યું હતું.
ગીતાંજલિ શ્રી મૂળ ઉત્તરપ્રદેશના મૈનપુરીના છે. ગીતાંજલિશ્રીએ ત્રણ નવલકથાઓ અને અનેક વાર્તાસંગ્રહો લખ્યા છે. તેમની કૃતિઓ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સર્બિયન અને કોરિયન ભાષાઓમાં અનુવાદિત થઈ છે. જ્યારે ગીતાંજલિ શ્રી હાલ દિલ્હીમાં રહે છે અને તેમની ઉંમર 64 વર્ષની છે. તેમના અનુવાદક, ડેઝી રોકવેલ, અમેરિકામાં રહેતા ચિત્રકાર અને લેખક છે. તેમણે હિન્દી અને ઉર્દૂમાં ઘણી સાહિત્યિક કૃતિઓનો અનુવાદ કર્યો છે.


