Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોના ચાંદીની કિંમતમાં થયો વધારો, જાણો શું છે આજની કિંમત

આજે બુધવારે સોના અને ચાંદીમાં નજીવો વધારો જોવા મળ્યો છે. કોમોડિટી એક્સચેન્જ MCX પર સવારે 10 વાગ્યે સોનાનો વાયદો 0.08 ટકા વધીને રૂ. 52,918 પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીનો વાયદો પણ 0.17 ટકા વધીને રૂ. 68,924 પ્રતિ કિલોગ્રામ હતો. મંગળવારે સોનામાં સારી મજબૂતી જોવા મળી હતી. યુક્રેન સંકટના અંતની કોઈ આશા નથી.  તેનાથી સોના ચાંદીના ભાવમાં થઇ રહ્યો છે વધારો અમેરિકામાં માર્ચમાં ફુગાવો 8.5 ટકા પર પહોંચ્યો હતો. છેલ્લા 40
સોના ચાંદીની કિંમતમાં થયો વધારો  જાણો શું છે આજની કિંમત
Advertisement
આજે બુધવારે સોના અને ચાંદીમાં નજીવો વધારો જોવા મળ્યો છે. કોમોડિટી એક્સચેન્જ MCX પર સવારે 10 વાગ્યે સોનાનો વાયદો 0.08 ટકા વધીને રૂ. 52,918 પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીનો વાયદો પણ 0.17 ટકા વધીને રૂ. 68,924 પ્રતિ કિલોગ્રામ હતો. મંગળવારે સોનામાં સારી મજબૂતી જોવા મળી હતી. યુક્રેન સંકટના અંતની કોઈ આશા નથી.  તેનાથી સોના ચાંદીના ભાવમાં થઇ રહ્યો છે વધારો 
અમેરિકામાં માર્ચમાં ફુગાવો 8.5 ટકા પર પહોંચ્યો હતો. છેલ્લા 40 વર્ષમાં આ સૌથી વધુ મોંઘવારી છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલો શરૂ થયા બાદ ઈંધણના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેની અસર મોંઘવારી પર પડી છે. મંગળવારે MCX સોનામાં 1.3 ટકા અને ચાંદીમાં 2.2 ટકાનો વધારો થયો હતો. વિદેશી બજારમાં સોનામાં તેજીની અસર સ્થાનિક ભાવ પર પડી હતી.
Tags :
Advertisement

.

×