Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો શું છે આજની કિંમત

આજે સોનાના ભાવમાં તેજી  જોવા મળી રહ્યા છે અને ચાંદીમાં પણ આજે ભારે તેજી જોવા મળી રહી છે. વિશ્વભરમાં વ્યાજદરમાં વધારો કરવાનો ટ્રેન્ડ ચાલુ છે અને તેની સાથે રોકાણકારોનો ટ્રેન્ડ સુરક્ષિત રોકાણ તરફ આગળ વધી રહ્યો છે. આ કારણે સોનાની અને ચાંદીની  માગ ખુબ જ વધી છે અને સોનાના ભાવ વધી રહ્યા છે.આજના ટ્રેડિંગમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 110 રૂપિયા એટલેકે 0.22 ટકા વધીને 51,009 રૂપિયા àª
સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો  જાણો શું છે આજની કિંમત
Advertisement
આજે સોનાના ભાવમાં તેજી  જોવા મળી રહ્યા છે અને ચાંદીમાં પણ આજે ભારે તેજી જોવા મળી રહી છે. વિશ્વભરમાં વ્યાજદરમાં વધારો કરવાનો ટ્રેન્ડ ચાલુ છે અને તેની સાથે રોકાણકારોનો ટ્રેન્ડ સુરક્ષિત રોકાણ તરફ આગળ વધી રહ્યો છે. આ કારણે સોનાની અને ચાંદીની  માગ ખુબ જ વધી છે અને સોનાના ભાવ વધી રહ્યા છે.
આજના ટ્રેડિંગમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 110 રૂપિયા એટલેકે 0.22 ટકા વધીને 51,009 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. આ સોનાનો ભાવ જૂન વાયદા માટે છે. બીજી તરફ જો આપણે ચાંદીના ભાવોની વાત કરવામાં આવે તો ચાંદી રૂ. 176 એટલે કે 0.28 ટકાના વધારા સાથે રૂ. 62,512 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીના આ ભાવ મે વાયદાના છે અને તેમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.
મોટાભાગે જ્વેલરી બનાવવા માટે 22 કેરેટનો જ ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી  કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું આવે છે. 
Tags :
Advertisement

.

×