સોનાનો ભાવ 1.21 લાખની સપાટીએ! સામાન્ય વર્ગની ગૃહિણીઓ માટે ખરીદી બની મુશ્કેલ
- 24 કેરેટ Gold Price પ્રતિ 10 ગ્રામ 1.21 લાખની સપાટીએ
- સામાન્ય વર્ગ માટે સોનાની ખરીદી કરવી બની મુશ્કેલ
- સુરતની ગૃહિણીઓ સાથે સોનાના ભાવ મુદ્દે વાતચીત
- સોનાની ખરીદી પર કાપ મૂકવો પડે તેવી સ્થિતિ:ગૃહિણી
- વિચાર્યું નહોતું કે સોનાનો ભાવ આસમાને પહોંચશે:ગૃહિણી
- લગ્ન પ્રસંગ હોવા છતાં સોનાની ખરીદીને લઈ ભારે મૂંઝવણ
Gold Price : 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.21 લાખ રૂપિયાની રેકોર્ડ સપાટી પર પહોંચતા, સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સોનાની ખરીદી એક મોટો પડકાર બની ગઈ છે.
સોનાના આ આસમાને પહોંચેલા ભાવ અંગે સુરતની ગૃહિણીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે "વિચાર્યું પણ નહોતું કે સોનાનો ભાવ આટલો વધી જશે." ભાવવધારાને કારણે, ગૃહિણીઓએ હવે સોનાની ખરીદી પર કાપ મૂકવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઘરમાં લગ્ન પ્રસંગ હોવા છતાં, સોનું ખરીદવું કે ન ખરીદવું તે અંગે ભારે મૂંઝવણ પ્રવર્તી રહી છે. સામાન્ય વર્ગના બજેટ પર આ ભાવવધારાની ગંભીર અસર પડી છે અને સોનું ખરીદવાનું સ્વપ્ન હવે અધૂરું રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આ પણ વાંચો : દીવાળી સુધી સોનાનો ભાવ રૂ.1.5 લાખે પહોંચશે? જાયંટોની 'બાહુબલી' આગાહી!


