Gondal: ફળોનો રાજા એટલે કે કેસર કેરીનું પણ આગમન ગોંડલ માર્કેટ યાર્ડમાં થયું
ઉનાળાની સિઝનમાં કેસર કેરીનું આગમન થયુ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં 10 કિલોના 22 બોક્સ આવક થઈ હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ભાવ રૂ. 3100 બોલાયો ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ગોંડલ ફ્રુટ...
Advertisement
- ઉનાળાની સિઝનમાં કેસર કેરીનું આગમન થયુ
- ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં 10 કિલોના 22 બોક્સ આવક થઈ
- હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ભાવ રૂ. 3100 બોલાયો
ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં શિવ ફ્રુટ નામની પેઢીમાં નિતલી - ગીર કોઠારીયા અને વિજપરી ગામના ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોના 22 બોક્સની આવક થવા પામી હતી. ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી છે. જેમાં હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ઉંચો ભાવ રૂ.3100 તથા નીચો ભાવ રૂપિયા 2500 બોલાયો હતો. ગોંડલ જુના યાર્ડમાં આવેલ રાદડિયા ફ્રૂટના વેપારી જેન્તીભાઈ રાદડિયાએ હરાજીમાં ઉંચા ભાવે કેસર કેરીની ખરીદી કરી હતી. ઉનાળાની સીઝનની કેસર કેરીની પ્રથમ આવક થવા પામી હતી. સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચુકવી ખરીદી કરી રહ્યા છે.
Advertisement


