Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, 2007ના T20 વર્લ્ડ કપ પર બનશે વેબ સિરીઝ

તમને 2007માં રમાયેલો T20 World Cup યાદ જ હશે. ક્રિકેટના ચાહકો આ મેચને વારંમ વાર જોવાનું પસંદ કરે છે. ભારતમાં ક્રિકેટના ચાહકો મેચ પુરી થયા બાદ હાઈલાઈટ જોતા રહે છે. હવે તમને વેબ સિરીઝ (Web Series) દ્વારા ફરી એક વખત 2007ના T20  ક્રિકેટ મેચ જોવાની તક મળશે. આ પહેલો વર્લ્ડ કપ હતો જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે જીત મેળવી હતી. હવે ઓટીટી પર આને લઈ એક વેબ સિરીઝ બનાવવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટ્રી બેઝ
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર  2007ના t20 વર્લ્ડ કપ પર બનશે વેબ સિરીઝ
Advertisement
તમને 2007માં રમાયેલો T20 World Cup યાદ જ હશે. ક્રિકેટના ચાહકો આ મેચને વારંમ વાર જોવાનું પસંદ કરે છે. ભારતમાં ક્રિકેટના ચાહકો મેચ પુરી થયા બાદ હાઈલાઈટ જોતા રહે છે. હવે તમને વેબ સિરીઝ (Web Series) દ્વારા ફરી એક વખત 2007ના T20  ક્રિકેટ મેચ જોવાની તક મળશે. આ પહેલો વર્લ્ડ કપ હતો જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે જીત મેળવી હતી. હવે ઓટીટી પર આને લઈ એક વેબ સિરીઝ બનાવવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટ્રી બેઝ આ સિરીઝને ઈન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.
વેબ સિરીઝની સત્તાવાર જાહેરાત કરવામાં આવી
T20 વર્લ્ડ કપ પર બનનારી આ વેબ સિરીઝનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. આ સિરીઝમાં વર્લ્ડ કપમાં સામેલ 15 ખેલાડીઓને સામેલ કરવામાં આવશે. આ સિરીઝમાં રિયલ ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટરીના ત્રીજા ભાગનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ટી 20 વર્લ્ડકપ 2007 પર આધારિત વેબ સિરીઝનું પ્રોડ્ક્શન UK બેસ્ડ ફર્મ One One Six Network કરી રહ્યું છે. આ ગૌરવ બહિરવાનીની કંપની છે. વેબ સિરીઝને આનંદ કુમાર નિર્દેશિત કરી રહ્યા છે. આનંદ Delhi Heights અને Zila Ghaziabad જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ વેબ સિરીઝના રાઈટર સૌરભ એમ પાંડે છે. જેમણે ધ કાશ્મીર ફાઈલ્સ, ધ તાશ્કંદ ફાઈલ્સ અને વાણી જેવી ફિલ્મોની સ્ટોરી લખી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અનેક મોટા સ્ટાર ઈન્ડિયન કિકેટર્સનો રોલ પ્લે કરશે. અહેવાલોનું માનીએ તો આ વેબ સિરીઝને 2023માં રિલીઝ કરવામાં આવશે.
બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ જૂનો છે
તમને જણાવી દઈએ કે બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો છે. તાજેતરમાં, મિતાલી રાજ પર શાબાશ મિથુ, મોહમ્મદ અઝહરુદ્દીન પર અઝહર, સચિન પર સચિન તેંડુલકર – અ બિલિયન ડ્રીમ્સ અને એમએસ ધોની પર એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી સહિત ઘણા ખેલાડીઓના જીવન પર ફિલ્મો બની છે. આ ફિલ્મોને બાયોપિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 1983ના વર્લ્ડ કપ પર બનેલી ફિલ્મ 83ને પણ ભારે સફળતા મળી હતી. આ ફિલ્મ ભારતની પ્રથમ વર્લ્ડ કપ જીત પર આધારિત હતી અને તે જ રીતે T20 વર્લ્ડ કપ 2007  પર વેબ સિરીઝ બનશે. જ્યારે ક્રિકેટ પ્રેમીઓ વર્ષ 2023માં તે ક્ષણોને વેબ સિરીઝના રૂપમાં ફરી જોશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×