Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે આવ્યા Good News, સસ્તા થયા ગેસ સિલિન્ડર

દેશમાં સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. પેટ્રોલ અને ડીઝલ હોય કે LPG તમામના ભાવ આજે આસમાને છે. લોકોનું ઘરનું બજેટ પણ આ કારણોસર ખોરવાયું છે. ત્યારે તેમના માટે આજે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન ઓઇલે કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગ્રાહકોને મોટી રાહત આપતા ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે એટલે કે 1 ઓગસ્ટ 2022ના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમàª
મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે આવ્યા good news  સસ્તા થયા ગેસ સિલિન્ડર
Advertisement
દેશમાં સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. પેટ્રોલ અને ડીઝલ હોય કે LPG તમામના ભાવ આજે આસમાને છે. લોકોનું ઘરનું બજેટ પણ આ કારણોસર ખોરવાયું છે. ત્યારે તેમના માટે આજે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન ઓઇલે કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 
ગ્રાહકોને મોટી રાહત આપતા ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે એટલે કે 1 ઓગસ્ટ 2022ના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. OMCએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ.36નો ઘટાડો કરી સામાન્ય જનતાને થોડી રાહત આપી છે. નવી કિંમતો આજથી જ લાગુ થશે. આ નવીનતમ ઘટાડા સાથે, 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 2012.50 રૂપિયાને બદલે 1,976 રૂપિયા થશે. 

ઇન્ડિયન ઓઇલે 1 ઓગસ્ટથી એલપીજી સિલિન્ડર સસ્તા કર્યા છે, પરંતુ તેનાથી ઘરેલું ગ્રાહકોને વધુ ફાયદો નહીં થાય. તેનું કારણ એ છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો નથી, પરંતુ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે, જેનો ઉપયોગ ઢાબા, રેસ્ટોરન્ટ, હોટેલ અને ફાઈવ સ્ટાર હોટલમાં થાય છે. 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતો હજુ પણ એટલી જ છે. 
Advertisement

આજથી દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 2012.50 રૂપિયાના બદલે 1976.50 રૂપિયામાં મળશે. વળી, પહેલા કોલકાતામાં તે 2132.00 રૂપિયામાં ઉપલબ્ધ હતું, પરંતુ 1 ઓગસ્ટથી, તે 2095.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજથી મુંબઈમાં 1936.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2141 રૂપિયા થઈ ગઈ છે.
Advertisement
Tags :
Advertisement

.

×