Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાઓના સન્માનમાં Googleએ બનાવ્યું સુંદર Doodle

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8મી માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના સન્માનમાં સમર્પિત છે. મહિલાઓ માત્ર ઘરમાં જ નહીં પણ બહાર પણ પોતાની હાજરીથી બધુ સારું બનાવે છે અને સમાજે તેમની સામેના દરેક ભેદભાવને દૂર કરવાની અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વળી Googleએ પણ આ વખતે મહિલાને સન્માન આપતા Doodle બનાવ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાà
મહિલાઓના સન્માનમાં googleએ બનાવ્યું સુંદર doodle
Advertisement
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8મી માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના સન્માનમાં સમર્પિત છે. મહિલાઓ માત્ર ઘરમાં જ નહીં પણ બહાર પણ પોતાની હાજરીથી બધુ સારું બનાવે છે અને સમાજે તેમની સામેના દરેક ભેદભાવને દૂર કરવાની અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વળી Googleએ પણ આ વખતે મહિલાને સન્માન આપતા Doodle બનાવ્યું છે. 
આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે Googleએ પણ ખાસ એનિમેટેડ સ્લાઈડ શો Doodle બનાવીને મહિલાઓને પ્રેમ અને સન્માન આપ્યું હતું. આ Doodleમાં અનેક પ્રકારની મહિલાઓને રંગવામાં આવી છે. આમાં તમને ગૃહિણીથી લઈને બહાર કામ કરતી દરેક મહિલાને બતાવવામાં આવી છે. આ Doodle ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. તેની પ્રથમ સ્લાઇડમાં લેપટોપ પર કામ કરતી એક મહિલા બતાવવામાં આવી છે, જેમાં તે કામની સાથે તેના બાળકને પણ સંભાળી રહી છે. વળી, બીજી સ્લાઈડમાં, એક મહિલા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. ત્રીજી સ્લાઈડ ખૂબ જ સુંદર લાગી રહી છે, જેમાં એક મહિલા ઝાડને પાણી આપી રહી છે અને બે છોકરીઓ ઝૂલી રહી છે. આવી દરેક સ્લાઈડમાં દરેક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને બતાવવામાં આવી છે. 
નારી શક્તિને સમર્પિત Googleના Doodleએ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, આજના યુગમાં મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી. પોતાની હિંમત અને બહાદુરીના બળ પર તે દરેક ક્ષેત્રમાં પોતાનો ઝંડો લહેરાવી રહી છે અને દેશનું નામ ગર્વથી ઉંચું કરી રહી છે. Googleએ તેના હોમપેજ પર એનિમેશન સ્લાઇડશો સાથે તેના આકર્ષણ Doodle દ્વારા વિવિધ સંસ્કૃતિની મહિલાઓના જીવનને આકર્ષક રીતે દર્શાવ્યું છે. Googleનો આ 42 સેકન્ડનો વિડીયો તે મહિલાઓ માટે છે જેઓ પ્રથમ મહિલા વૈજ્ઞાનિક, ડોક્ટર, અવકાશયાત્રી, એન્જિનિયર, એક્ટિવિસ્ટ, કલાકાર વગેરે હતા. અને જેમણે પોતાની પરંપરાઓની બેડીઓ અને સાંકળો તોડીને સફળતાના શિખરો હાંસલ કરવા તમામ પ્રયાસો કર્યા છે.
Tags :
Advertisement

.

×