Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૂગલ લાવી રહ્યું છે અદભૂત ફીચર જે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખશે

આજના સમયમાં મોબાઈલ ડિવાઇસ ઘરનું સદસ્ય બની ચૂક્યું છે. આજકાલ એમાં કોઈ શંકા નથી કે મોબાઈલ ફોને મનુષ્યની દિનચર્યા પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. આજકાલ મોટાભાગની પ્રવૃત્તિઓ સ્માર્ટફોનમાં રેકોર્ડ કરવામાં આવે છે. સ્માર્ટ ફોન એક ડૉક્ટર જેટલું કામ કરવા લાગ્યું છે. ટેકનોલોજી હવે તેનાથી એક ડગલું આગળ વધીને સ્માર્ટફોન આપણા સ્વાસ્થ્ય અને શારીરિક પ્રવૃત્તિઓ પર પણ નજર રાખશે. સર્ચ એન્જિન ગૂà
ગૂગલ લાવી રહ્યું છે અદભૂત ફીચર જે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખશે
Advertisement

આજના સમયમાં મોબાઈલ ડિવાઇસ ઘરનું સદસ્ય બની ચૂક્યું છે. આજકાલ એમાં કોઈ શંકા નથી કે મોબાઈલ ફોને મનુષ્યની દિનચર્યા પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. આજકાલ મોટાભાગની પ્રવૃત્તિઓ સ્માર્ટફોનમાં રેકોર્ડ કરવામાં આવે છે. સ્માર્ટ ફોન એક ડૉક્ટર જેટલું કામ કરવા લાગ્યું છે. ટેકનોલોજી હવે તેનાથી એક ડગલું આગળ વધીને સ્માર્ટફોન આપણા સ્વાસ્થ્ય અને શારીરિક પ્રવૃત્તિઓ પર પણ નજર રાખશે. સર્ચ એન્જિન ગૂગલ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે આ દિવસોમાં નસકોરા અને ઉધરસ પર નજર રાખે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ આ ફીચરને પોતાના ફોન Pixel અથવા Android સ્માર્ટફોનમાં સામેલ કરી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ આ ફીચર પર કામ કરવા માટે સ્લીપ ઓડિયો કલેક્શન સ્ટડી હાથ ધરી છે જે ફક્ત Google કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે.
મીડિયાના એક અહેવાલ મુજબ Google એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે ઉધરસ અને નસકોરાને ટ્રેસ કરશે. ગૂગલના હેલ્થ સ્ટડીઝની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. આમાં એક નવો ડિજિટલ વેલબીઇંગ સ્ટડી સામે આવ્યો છે. જેમાં સ્લીપ ઓડિયો કલેક્શન વિશે જણાવવામાં આવ્યું છે. હાલમાં આ અભ્યાસમાં માત્ર ગૂગલના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Googleના પૂર્ણ સમયના કર્મચારીઓ આ અભ્યાસમાં જોડાઈ શકે છે. કર્મચારીઓ પાસે Android ફોન હોવો જરૂરી છે. અભ્યાસ માટે કર્મચારીને એક રૂમમાં સુવડાવવામાં આવશે અને પછી ઉપકરણ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ કફ અને નસકોરા એલ્ગોરિધમને મોનિટરિંગ ફીચરમાં ટ્રાન્સલેટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી યૂઝરને તેની ઊંઘ સંબંધિત નાની-નાની માહિતી આપી શકાય. અભ્યાસ પૂરો થયા બાદ કંપની પોતાના સ્માર્ટફોનમાં આ મોનિટરિંગ ફીચર્સ રજૂ કરી શકે છે.
2020 માં Googleએ Google Watchમાં "બેડટાઇમ" હબ લોન્ચ કર્યું હતું. જે સ્લીપિંગ ટાઈમનો અંદાજ કાઢવા ડિજિટલ વેલબીઇંગ સાથે કામ કરે છે. 
Advertisement
Tags :
Advertisement

.

×