સરકારને સામાન્ય લોકોની તકલીફોથી કોઇ લેવા-દેવા નથી: રાહુલ ગાંધી
માર્ચ મહિનાની શરૂઆતમાં જ નાના વેપારીઓ અને સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ LPGના ભાવમાં રૂ.105નો વધારો કર્યો છે. તે મુજબ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં હવે તે રૂ.2012 થઈ ગયો છે. આ મુદ્દે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ભારત સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો છે. દેશમાં LPG સિલિન્ડરની વધેલી કિંમતોને લઈને રાહ
Advertisement
માર્ચ મહિનાની શરૂઆતમાં જ નાના વેપારીઓ અને સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ LPGના ભાવમાં રૂ.105નો વધારો કર્યો છે. તે મુજબ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં હવે તે રૂ.2012 થઈ ગયો છે. આ મુદ્દે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ભારત સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો છે.
દેશમાં LPG સિલિન્ડરની વધેલી કિંમતોને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વીટ કર્યું, “મોદી સરકારે ફરી એકવાર LPGની કિંમતમાં વધારો કરીને સ્પષ્ટ કરી દીધું છે કે તેને સામાન્ય લોકોની તકલીફો સાથે કોઈ લેવાદેવા નથી. આજે LPG, કાલે પેટ્રોલ-ડીઝલ.
Advertisement
LPG के दाम एक बार फिर बढ़ाकर मोदी सरकार ने साफ़ कर दिया है कि आम जनता की तकलीफ़ों से उन्हें कोई लेना-देना नहीं है।
आज LPG, कल पेट्रोल-डीज़ल..#KiskeAchheDin pic.twitter.com/Hem3SWXGeZ
— Rahul Gandhi (@RahulGandhi) March 1, 2022
રાહુલ ગાંધીના આ ટ્વીટ પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું- જો તમે આ મોંઘવારી અનુભવી રહ્યા છો, તો જંગલમાં જાઓ અને ત્યાંથી લાકડા લઇને આવો અને તેના પર ખોરાક રાંધો. દેશ અને સરકાર પ્રત્યે બેવકૂફીની વાત ન કરો, જ્યારે કેટલાકે કહ્યું છે કે, 8મી માર્ચે ચૂંટણી પૂરી થયા બાદ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ આગ લાગી જશે. અન્ય યુઝર્સે ટોણો માર્યો – અભિનંદન! નવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. હવે તમારે 105 રૂપિયા વધુ ચૂકવવા પડશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. નવા ભારતના નિર્માણમાં યોગદાન આપો. હિંદુ-મુસ્લિમના નામે વોટ આપો.
કેટલાક યુઝર્સે રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં LPGના ભાવમાં વધારાની વાત કરી, તો કેટલાકે રાહુલ ગાંધીને યાદ અપાવ્યું કે જેમણે લાખો-કરોડોના બોન્ડનું વચન આપ્યું હતું? એક યુઝરે કહ્યું- 8 માર્ચથી ઘરેલુ સિલિન્ડરોમાં પણ આગ લાગશે અને સરકાર લોકોની ગરમી દૂર કરશે. કેટલાક લોકોએ યુક્રેન સંકટને ટાંક્યું, જ્યારે એક યુઝરે મોદી સરકાર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, યુક્રેન અને રશિયા 2014થી સંકટમાં છે.
ઉલ્લેખનીય છે કે, જનતા મોંઘવારીના મારનો ભોગ બની છે. દેશમાં LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયા અને કોલકાતામાં 108 રૂપિયાનો વધારો થયો છે. 5 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં પણ 27 રૂપિયાનો વધારો થયો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. સામાન્ય જનતા માટે થોડી રાહતના સમાચાર એ છે કે ઘરેલુ LPG સિલિન્ડરના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
Advertisement


