Gir Somnath ના જૂના ઉગલા ગામે સરપંચ પદ માટે વેવાણ સામ-સામે
ગામના વિકાસના મુદ્દાને લઈને જ આમને સામને આવ્યા ગામ લોકો પણ આ ચૂંટણીમાં નવા-જુની કરવાના મુડમાં ગામનો સાચો વિકાસ કરે તેવાને મત આપીશું : ગ્રામજનો Gram Panchayat Elections Gir Somnath: હાલ સૌની નજર ચૂંટણી પર મંડરાયેલી છે. ગ્રામ પંચાયતની...
Advertisement
- ગામના વિકાસના મુદ્દાને લઈને જ આમને સામને આવ્યા
- ગામ લોકો પણ આ ચૂંટણીમાં નવા-જુની કરવાના મુડમાં
- ગામનો સાચો વિકાસ કરે તેવાને મત આપીશું : ગ્રામજનો
Gram Panchayat Elections Gir Somnath: હાલ સૌની નજર ચૂંટણી પર મંડરાયેલી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ માહોલ જોરદાર જામ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાના જૂના ઉગલા ગામે ચર્ચા જગાવી છે. ઉના તાલુકાના ઉગલા ગામે ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે બે વેવાણો જ સામસામે ચૂંટણી લડી રહ્યાં છે. વેવાણ વર્સિસ વેવાણનો આ અનોખો મુકાબલો માત્ર જૂના ઉગલા ગામમાં જ નહીં, પરંતુ રાજ્યભરમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Advertisement


