દાદા ભગવાન જન્મજયંતિની Morbi માં ભવ્ય ઉજવણી
- દાદા ભગવાન જન્મજયંતિની Morbi માં ભવ્ય ઉજવણી
- દાદા ભગવાન મહોત્સવ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
- દાદા ભગવાન જન્મજયંતિ આયોજિત સત્સંગ હોલમાં પહોંચ્યા
- સત્સંગ હોલમાં દાદા ભગવાનના દર્શન અને પૂજન કર્યું
Morbi : મોરબી જિલ્લામાં દાદા ભગવાનની 118મી જન્મજયંતિની ઉજવણી શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે શરૂ થઈ છે. રવાપર-ઘુનડા રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં આયોજિત આ સપ્તાહભર ચાલનારા મહોત્સવમાં શાંતિ, આધ્યાત્મિકતા અને માનવમૂલ્યોના સંદેશ સાથે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સત્સંગ હોલ ખાતે પહોંચી દાદા ભગવાનના દર્શન અને પૂજન કરીને આરતીમાં જોડાયા હતા. 3 થી 9 નવેમ્બર સુધી ચાલનારી આ ઉજવણી દરમિયાન દરરોજ સત્સંગ, પ્રવચન અને વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. “જોવા જેવી દુનિયા” થીમ હેઠળ લાઇવ પ્રોગ્રામો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનોથી સ્થળ પર ભક્તિ અને શાંતિનું માહોલ છવાઈ ગયું છે. હજારો ભક્તો દાદા ભગવાનના ઉપદેશોથી પ્રેરણા મેળવી રહ્યાં છે અને આ મહોત્સવને આધ્યાત્મિક અનુભૂતિના પર્વ તરીકે ઉજવી રહ્યા છે.
આ પણ વાંચો : Morbi : દાદા ભગવાનની જન્મજયંતિની ભવ્ય ઉજવણી! આધ્યાત્મિક મહોત્સવમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ


