Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઋત્વિક રોશનની ગર્લ ફ્રેન્ડના ફોટાં પર કઝિનની કમેન્ટ

ઋત્વિક રોશન છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. હાલમાં ઋત્વિક રોશન ખુલ્લે આમ સબા આઝાદને ડેટ કરી રહ્યો છે, અને સબા ઘણાં ઓછા સમયમાં રોશન પરિવારમાં  ભળી ગઈ છે. જ્યાં સબા આઝાદ સોશિયલ મીડિયા પર ઋત્વિક રોશન અને તેના પરિવારના ખુલ્લેઆમ વખાણ કરી રહ્યાં છે, ત્યારે એવું લાગી રહ્યું છે.  રોશન પરિવાર પણ આ મામલે ખૂલીને  સામે આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ પરથી એકવાર ફરી આà
ઋત્વિક રોશનની ગર્લ ફ્રેન્ડના ફોટાં પર કઝિનની કમેન્ટ
Advertisement
ઋત્વિક રોશન છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. હાલમાં ઋત્વિક રોશન ખુલ્લે આમ સબા આઝાદને ડેટ કરી રહ્યો છે, અને સબા ઘણાં ઓછા સમયમાં રોશન પરિવારમાં  ભળી ગઈ છે. જ્યાં સબા આઝાદ સોશિયલ મીડિયા પર ઋત્વિક રોશન અને તેના પરિવારના ખુલ્લેઆમ વખાણ કરી રહ્યાં છે, ત્યારે એવું લાગી રહ્યું છે.  રોશન પરિવાર પણ આ મામલે ખૂલીને  સામે આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ પરથી એકવાર ફરી આવું  જોવા મળ્યું.
સબાના ફોટા પર પશ્મિનાની કોમેન્ટ
સબા આઝાદે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતાં સબાએ લખ્યું, 'શ્રીમતી પરવાના ઈરાની. લગભગ 1942.' થોડી જ વારમાં તેની પોસ્ટ પર ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ્સ આવી અને ઋત્વિક રોશનની ભત્રીજી પશ્મિનાએ પણ ફોટો પર કોમેન્ટ કરી.હાર્ટ ઇમોજી બનાવતી વખતે પશ્મિનાએ લખ્યું – ઉફ્ફ.

પરિવારજનોની આવી પ્રતિક્રિયા હતી
પશ્મિનાની ટિપ્પણી પર, સબા આઝાદે કિસિંગ ઇમોજી બનાવીને જવાબ આપ્યો - mmmwaah. બંનેની આ વાતચીતથી એક વાત સ્પષ્ટ છે કે સબા ખૂબ જ ઓછા સમયમાં ઋત્વિક  રોશનના પરિવારની નજીક આવી ગઈ છે. આ પોસ્ટ પર માત્ર પશ્મિનાની કમેન્ટ જ નહીં પરંતુ તેની પુત્રી સુનૈના રોશને પણ કોમેન્ટ કરી હતી. સુનૈનાએ લખ્યું- રોકો.
કેવી રીતે મળ્યા ઋત્વિક-સબા?
રિતિક રોશન અને સબા આઝાદ એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. બંને વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળી હતી. ઋત્વિક  જ્યારે રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યો ત્યારે પણ તેણે સબાનો હાથ પકડેલો  હતો.  બંનેની મુલાકાત માઇક્રોબ્લોગિંગ પોર્ટલ ટ્વિટર દ્વારા થઈ હતી.  પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પણ આવી જ રીતે  એકબીજાને મળ્યાં હતા. જોકે, રિતિક અને સબા ખૂબ જ ઝડપથી એકબીજાની નજીક આવી ગયા છે.
Advertisement
Tags :
Advertisement

.

×