70 જેટલા સફાઇકર્મીઓને ચાર મહિનાનો પગાર ન મળતા સાવલી નગરપાલિકામાં હલ્લાબોલ
વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપ શાસિત બોર્ડ છે. વારંવાર અવનવા મુદ્દાઓના કારણે સાવલી નગર પાલિકા ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત સાવલી મનપા ચર્ચામાં આવી છે. જેનું કારણે નપા હેઠળના સફાઇ કર્માચારીઓ છે. સાવલી નગર પાલિકાના લગભગ 70 જેટલા સફાઇ કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા અને તેમણે આજે નગરપાલિકા જઇને હલ્લાબોલ à
Advertisement
વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપ શાસિત બોર્ડ છે. વારંવાર અવનવા મુદ્દાઓના કારણે સાવલી નગર પાલિકા ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત સાવલી મનપા ચર્ચામાં આવી છે. જેનું કારણે નપા હેઠળના સફાઇ કર્માચારીઓ છે. સાવલી નગર પાલિકાના લગભગ 70 જેટલા સફાઇ કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા અને તેમણે આજે નગરપાલિકા જઇને હલ્લાબોલ કર્યુ હતું.
અસહ્ય મોંઘવારીના પગલે પોતાના પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવતા કામદારોને પગાર ના મળતા ભારે રોષ ફેલાયો હતો. સાથે સાથે એક બાજુ કામદારનો પગાર થતો નથી અને બીજી બાજુ તેમના પગારમાંથી પીએફના નાણાં કપાઈ જાય છે. તો સવાલ એ છે કે પૈસા ક્યાં જમા થાય છે? આવા અનેક વેધક સવાલોના જવાબ સાવલી પાલિકાના ચીફ ઓફિસર પાસેથી ના મળતા આજ રોજ તમામ 70 કામદારોએ પોતાના પરિવાર સાથે પાલિકા પર હલ્લાબોલ મચાવ્યો હતો. સાથે પગાર બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. ઉપરાંત પાલિકામાં રામધૂન બોલાવીને પાલિકાના વહીવટકર્તાઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી સદ્બુદ્ધિ આપવાની પ્રાર્થના કરી હતી. કામદારોએ પાલિકા અને ચીફ ઓફિસર પર વિવિધ આક્ષેપો લગાવ્યા હતા.
આ બાબતે ચીફ ઓફિસર જૈમીન ચૌધરીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પાલિકામાં નિયમિત વેરા ભરાતા નથી, માટે પગારમાં અનિયમિતતા થાય છે. સફાઈ કામદારોનો એકલાનો પગાર લેટ નથી મળતો પણ પાલિકાના અન્ય કર્મચારીના પગાર પણ બે બે મહિના સુધી થતા નથી. જ્યારે સફાઈ કામદાર દિનેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમારો ચાર મહિનાનો પગાર જમા કર્યો છે, પગાર આપતા નથી અને પીએફ કાપે છે. અમે પૂછવા ગયા તો અમને વ્યવસ્થિત જવાબ આપતા નથી. જેથી આજે હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો


