IPL-15નું આયોજન અમદાવાદ અને મહારાષ્ટ્રમાં થાય તેવી શક્યતા
IPLની 15મી સીઝન 2 રાજ્યોમાં યોજાઈ શકે તેવી શકયતા છે. BCCI ટી-20નું આયોજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કરી શકે છે. જેમાં 25 ટકા દર્શકોને સ્ટેડિયમમાં મંજૂરી મળી શકે છે. બીસીસીઆઈએ હાલમાં જ એક બેઠક દરમિયાન ભારતમાં લીગના આયોજનની તૈયારી અંગે નિર્ણય લીધો છે. જે અનુસાર, બોર્ડ મહારાષ્ટ્રમાં આઈપીએલની લીગ મેચ યોજી શકે છે. જે પછી પ્લેઓફ મેચ અમદાવાદમાં યોજાય તેવી શક્યતા છે.. જો ભારતમાં કોરોનાની સ્થિતિ ખરાબ
Advertisement
IPLની 15મી સીઝન 2 રાજ્યોમાં યોજાઈ શકે તેવી શકયતા છે. BCCI ટી-20નું આયોજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કરી શકે છે. જેમાં 25 ટકા દર્શકોને સ્ટેડિયમમાં મંજૂરી મળી શકે છે. બીસીસીઆઈએ હાલમાં જ એક બેઠક દરમિયાન ભારતમાં લીગના આયોજનની તૈયારી અંગે નિર્ણય લીધો છે. જે અનુસાર, બોર્ડ મહારાષ્ટ્રમાં આઈપીએલની લીગ મેચ યોજી શકે છે. જે પછી પ્લેઓફ મેચ અમદાવાદમાં યોજાય તેવી શક્યતા છે.. જો ભારતમાં કોરોનાની સ્થિતિ ખરાબ હશે તો જ લીગને યુએઈમાં શિફ્ટ કરવા અંગે વિચાર કરાશે. મુંબઈના વાનખેડે, બ્રેબોર્ન, ડીવાય પાટિલ ઉપરાંત પુણેમાં લીગ સ્ટેજનું આયોજન કરવામા આવી શકે છે. જ્યારે પ્લેઓફ અમદાવાદ ખાતેના સ્ટેડિયમમાં યોજાય તેવી શક્યતા છે.


