સ્ટાર્સનું ક્લીન બીચ મિશન, સમુદ્ર કિનારાને સાફ કરતાં નજરે પડ્યાં
આજે વિશ્વભરમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજના દિવસે ધરતી માતાનું જતન કરવામાં બોલિવુડ સ્ટાર્સ પણ કેમ પાછા પડે. આજના દિવસે દેશની પ્રખ્યાત હસ્તીઓએ વિવિધ અભિયાન મારફતે ધરતીને સ્વચ્છ અને સુરક્ષિત કરવાનું કાર્ય કરીને સમાજને સુંદર સંદેશ પહોચાડી રહ્યાં છે. આ બોલિવુડ એક્ટરોમાં દીયા મિર્ઝા, પ્રજ્ઞા કપૂર, મનીષ પોલ એક બીચ પર સાફ સફાઇ કરતાં નજરે પડ્યા હતા. આ સ્ટાર્સની તસà
Advertisement
આજે વિશ્વભરમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજના દિવસે ધરતી માતાનું જતન કરવામાં બોલિવુડ સ્ટાર્સ પણ કેમ પાછા પડે.
આજના દિવસે દેશની પ્રખ્યાત હસ્તીઓએ વિવિધ અભિયાન મારફતે ધરતીને સ્વચ્છ અને સુરક્ષિત કરવાનું કાર્ય કરીને સમાજને સુંદર સંદેશ પહોચાડી રહ્યાં છે.
આ બોલિવુડ એક્ટરોમાં દીયા મિર્ઝા, પ્રજ્ઞા કપૂર, મનીષ પોલ એક બીચ પર સાફ સફાઇ કરતાં નજરે પડ્યા હતા. આ સ્ટાર્સની તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
આ તસ્વીરોમાં જોઇ શકાય છે કે દીયા, પ્રજ્ઞા અને મનીષ પોલ હાથમાં ગ્લોઝ પહેરીને સમુદ્ર કિનારાની સાફ સફાઇ કરી રહ્યાં છે.
સામાન્ય લોકોની વચ્ચે જઇને આ બોલિવુડ સ્ટાર્સ કચરો સાફ કરવાના સફાઇ અભિયાનમાં જોતરાયેલા છે. દિયા બ્લેક આઉટ ફીટમાં જ્યારે મનીષ પોલ બ્લેક ગ્રીન આઉટફીટમાં જોવાં મળ્યાં. સ્ટાર્સની આ તસ્વીરો લોકોને ધરતીને સ્વચ્છ અને સાફ રાખવાનો સંદેશો આપો છે.


