જેતપુર તાલુકા પોલીસે કારમાંથી પકડી પડ્યો 600 લીટર દેશી દારૂ, પછી થયું કંઈક આવુ
જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા ચોકી ધાર ચેક પોસ્ટ પાસેથી જૂનાગઢથી દેશી દારૂ ભરી ટાટા ઇન્ડિકા કાર સાથે એકને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જેતપુર તાલુકા પોલીસ કર્મીઓ જેતલસર પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમીના આધારે ચોકીધાર ચેક પોસ્ટ ખાતે સફેદ કલરની ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર રજી નંબર (જી.જે.૧૩ સી.સી.૭૭૪૫ )કારની તàª
Advertisement
જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા ચોકી ધાર ચેક પોસ્ટ પાસેથી જૂનાગઢથી દેશી દારૂ ભરી ટાટા ઇન્ડિકા કાર સાથે એકને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુર તાલુકા પોલીસ કર્મીઓ જેતલસર પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમીના આધારે ચોકીધાર ચેક પોસ્ટ ખાતે સફેદ કલરની ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર રજી નંબર (જી.જે.૧૩ સી.સી.૭૭૪૫ )કારની તલાશી લેતા ૬૦૦ લીટર દેશી દારૂ કિંમત રૂ.૧૨,૦૦૦ મળી આવ્યો હતો. સફેદ કલરની ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર જેની કિંમત રૂ.૭૦,૦૦૦ સહિતનો કુલ રૂ.૮૨,૦૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપી મનસુખ મંગાભાઈ ડોડીયા રહે. આંબેડકર નગર જુનાગઢ વાળાને પકડી પાડી પૂછતા આ દેશી દારૂ કારાભાઇ દેવાયતભાઈ મોરી જુનાગઢ વાળાનો હોવાનું જાણવા મળ્યું હતું. તાલુકા પોલીસે દેશી દારૂ હેરાફેરી કરી એકબીજાને મદદ કરી ગુન્હો કર્યો. પ્રોહી. કલમ ૬૫૬૫ઇ તેમજ ૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો નોંધી ફરાર આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.


