Somnath : દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત એલર્ટ! સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ સુરક્ષા કડક કરાઈ
- દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના મોટા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી
- રાજ્ય સરકાર દ્વારા સોમનાથમાં કડક સુરક્ષાના આદેશ કરાયા
- વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરે સઘન ચેકીંગ હાથ ધરાયું
- બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષાકર્મીઓ દ્વારા ચેકીંગ
- સોમનાથ આવનાર યાત્રીઓનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
- સ્થાનિક પોલીસ દ્વારા પણ રસ્તામાં વાહન ચેકીંગ હાથ ધરાયું
Somnath : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે, વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરે સુરક્ષા કડક કરવાના વિશેષ આદેશોનું પાલન કરવામાં આવ્યું છે.
સોમનાથ આવનાર યાત્રીઓનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
સોમનાથ મંદિર પરિસરમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ સોમનાથ આવનાર તમામ યાત્રીઓનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને સ્થાનિક પોલીસ દ્વારા પણ મુખ્ય રસ્તાઓ પર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
આ પણ વાંચો : Delhi Red Fort Blast: દિલ્હીમાં થયો મોટો આતંકી હુમલો, એક કારમાં બ્લાસ્ટ અને દેશ દહેશતમાં


