રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા માટે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનની મુખ્યમંત્રીને અરજી
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજન માટે મુખ્યમંત્રીને પત્ર લખીને હંગામી મેળાનું આયોજન કરવાની અને લાયસન્સ પ્રક્રિયામાં ફેરફારની માગણી કરવામાં આવી છે.
Advertisement
Rajkot : ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજન માટે મુખ્યમંત્રીને પત્ર લખીને હંગામી મેળાનું આયોજન કરવાની અને લાયસન્સ પ્રક્રિયામાં ફેરફારની માગણી કરવામાં આવી છે. એસોસિએશને જણાવ્યું કે, હંગામી મેળાઓના ઈતિહાસમાં ક્યારેય કોઈ દુર્ઘટના બની નથી અને આવા મેળાઓમાં સુરક્ષાને લગતી તમામ સાવચેતીઓ રાખવામાં આવે છે. જોકે, મેળામાં રાઈડ ચલાવવા માટે સાત અલગ-અલગ ડોક્યુમેન્ટ રજૂ કરવાની પ્રક્રિયા ખૂબ ખર્ચાળ અને જટિલ છે, જેનાથી સામાન્ય પરિવારોમાંથી આવતા રાઈડ ચલાવનારાઓને આર્થિક બોજો સહન કરવો પડે છે. એસોસિએશને આ પ્રક્રિયાને સરળ બનાવવા અને જન્માષ્ટમીના લોકમેળાને સફળ રીતે યોજવા માટે મુખ્યમંત્રી પાસે સહકાર માગ્યો છે.
Advertisement


