Banaskantha : અંબાજીમાં ભાદરવી મહાકુંભ 2025નો વિધિવત પ્રારંભ
આજથી અંબાજી મંદિર સવારે 6થી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે 51 શક્તિપીઠ સર્કલ પાસે મંદિરનો પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે આજથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ 2025 અંબાજી ખાતે શરૂ Gujarat: બનાસકાંઠામાં ભાદરવી મહાકુંભ 2025 નો વિધિવત રીતે...
Advertisement
- આજથી અંબાજી મંદિર સવારે 6થી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
- 51 શક્તિપીઠ સર્કલ પાસે મંદિરનો પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે
- આજથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ 2025 અંબાજી ખાતે શરૂ
Gujarat: બનાસકાંઠામાં ભાદરવી મહાકુંભ 2025 નો વિધિવત રીતે પ્રારંભ થયો છે. જેમાં મંદિરના ચેરમેન, જિલ્લા પોલીસવડા, વહીવટદારની હાજરીમાં મેળો ખુલ્લો કરાયો છે. ભાદરવી મહાકુંભની શરૂઆત દાંતા માર્ગ પર રથ ખેંચીને કરાઈ છે. વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ શ્રીફળ વધેરીને રથ ખેંચીને મેળો શરૂ થયો છે. માતાજીની આરતી કરાઈ અને ભોજનાલય પણ ખુલ્લું મૂકાયું છે. તેમજ કલેક્ટર, એસપી, વહીવટદાર દ્વારા ભક્તોને ભોજન આપવામાં આવ્યું છે.
Advertisement


