Gujarat Congress ની કમાન હવે Amit Chavda ના હાથમાં, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો પદગ્રહણ સમારોહ
અમિત ચાવડાએ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાલી માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પદગ્રહણ સમારંભને 'સંકલ્પ દિવસ' નામ આપવામાં આવ્યું છે.
Advertisement
Gujarat Congress : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો (Amit Chavda) આજે પદગ્રહણ સમારંભ યોજાઈ રહ્યો છે, જેમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil), કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor), પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ધારાસભ્યો, નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. આ પહેલા અમિત ચાવડાએ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાલી માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પદગ્રહણ સમારંભને 'સંકલ્પ દિવસ' નામ આપવામાં આવ્યું છે.
Advertisement


