જોજો હવે હેલ્મેટ ભૂલતા નહીં! રાજ્યભરમાં ટ્રાફિક પોલીસે ચલાવી સ્પેશિયલ ડ્રાઇવ
હવે સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. DGP વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.
Advertisement
- રાજ્યભરમાં હેલ્મેટને લઇને ફરી ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
- હવે સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે
- અમદાવાદ શહેરમાં આવેલી સરકારી ઓફિસમાં કરાયું ચેકિંગ
- વસ્ત્રાપુર બહુમાળી ભવન બહાર ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજાઇ
- હેલ્મેટ ના પહેરનાર પર ચાલકો પાસેથી પોલીસે દંડ વસૂલ્યો
- ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ
- પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ દેખાયા
Traffic police conduct special drive : હવે સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. DGP વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે. જણાવી દઇએ કે, ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ જેવા અલગ-અલગ શહેરોમાં આવેલી સરકારી ઓફિસમાં આ ચેકિંગ કરાયું છે. અમદાવાદના વસ્ત્રાપુર બહુમાળી ભવન બહાર ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજાઇ હતી. હેલ્મેટ ન પહેરનાર પર ચાલકો પાસેથી પોલીસે દંડ વસૂલ્યો છે. પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ દેખાયા હતા. ગુજરાતનાં 4 મહાનગરોમાં આજ સવારથી જ આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
Advertisement


