Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યકક્ષાના મંત્રી Darshana Vaghela સાથે Gujarat First એ કરી EXCLUSIVE વાતચીત

રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ દર્શનાબેન વાઘેલા અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં શાહીબાગ ખાતે પાઘડી પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું કે પાર્ટીએ તેમને વિધાનસભાની સાથે રાજ્યકક્ષાની કામગીરી કરવાનો મોકો આપ્યો છે. તેમણે ગૌરવ સાથે ઉમેર્યું કે અસારવા બેઠક જીતનાર હંમેશા કેબિનેટ કે રાજ્યકક્ષાના મંત્રી બને જ છે.
Advertisement

રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા બાદ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અમદાવાદ પહોંચતા કાર્યકરો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર ચોક પાસે તેમને પાઘડી પહેરાવીને સન્માનિત કરાયા હતા.નિમણૂક બાદ તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, "પાર્ટીએ મને વિધાનસભાની કામગીરીની સાથેસાથે રાજ્યકક્ષાની કામગીરી કરવાનો પણ મહત્ત્વપૂર્ણ મોકો આપ્યો છે. તેમણે પોતાની બેઠક વિશે ગૌરવ વ્યક્ત કરતાં વધુમાં જણાવ્યું હતું  કે, "અસારવા બેઠક એવી છે, જે જીતે તે ઉમેદવાર કેબિનેટ કે રાજ્યકક્ષાના મંત્રી બને જ છે.જુઓ સમગ્ર અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×