Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવરાત્રિના આઠમા નોરતે ઓસમાણ મીરના તાલે ડોલ્યા ગુજરાત ફર્સ્ટના ખેલૈયાઓ

નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનો પર્વ. ગરબા પ્રેમીઓ માટેનો ખાસ અવસર. આજે છેલ્લું નોરતું છે, ત્યારે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં નવારાત્રિનો માહોલ પૂરજોશમાં જામ્યો હતો. 3 વર્ષ બાદ શહેરો મહોલ્લા અને સોસયટીમાં ખેલૈયાઓ બમણા ઉત્સાહ સાથે ગરબે ઘુમતા જોવા મળ્યા.  આમ તો 12 વાગ્યા સુધીની પરમિશન આપવામાં આવી છે પરંતુ એક વાગ્યા સુધી પણ ખેલૈયાઓમાં જોશ અકબંધ હતો. સોસાયટીઓમાં સવાર સવાર સુધી ગરબાની
નવરાત્રિના આઠમા નોરતે ઓસમાણ મીરના તાલે ડોલ્યા ગુજરાત ફર્સ્ટના ખેલૈયાઓ
Advertisement
નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનો પર્વ. ગરબા પ્રેમીઓ માટેનો ખાસ અવસર. આજે છેલ્લું નોરતું છે, ત્યારે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં નવારાત્રિનો માહોલ પૂરજોશમાં જામ્યો હતો. 
3 વર્ષ બાદ શહેરો મહોલ્લા અને સોસયટીમાં ખેલૈયાઓ બમણા ઉત્સાહ સાથે ગરબે ઘુમતા જોવા મળ્યા.  આમ તો 12 વાગ્યા સુધીની પરમિશન આપવામાં આવી છે પરંતુ એક વાગ્યા સુધી પણ ખેલૈયાઓમાં જોશ અકબંધ હતો. સોસાયટીઓમાં સવાર સવાર સુધી ગરબાની રમઝટ જોવા મળી હતી. 
ત્યારે અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટ મીડિયા ગ્રુપ દ્વારા પણ ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના તપોવન સર્કલ પાસે ધ્યાનાની રઢિયાળી રાતના ગરબામાં નવરાત્રીની આઠમે ખેલૈયાઓ મનભરીને ઝૂમ્યા હતા. 
ગુજરાતના ઘરેણાં સમા ગાયક ઓસમાણ મીરના ગરબાના તાલે ગરબે ઘુમવા મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેલૈયાઓને સત્યમેવ ગ્રુપ અને સ્પર્શ ઈવેન્ટના આયોજકોએ સરપ્રાઈઝ ગિફટ આપી હતી. બોલીવુડના જાણીતા મ્યુઝીક કંપોઝર અમિત ત્રિવેદી અને બોલીવુડના જાણીતી સિંગર અસીસ કોરએ ધ્યાનાની રઢિયાળી રાતના ગરબામાં ખાસ હાજરી આપી હતી. 
અમદાવાદમાં એસપી રીંગ રોડ પર સેલિબ્રેશન ટ્રી ખાતે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની આરતી કરીને ગરબાની શરૂઆત કરવામાં આવી. 
ગુજરાત ફર્સ્ટના ચેરમેનશ્રી મુકેશભાઇ પટેલ. એમ.ડી જસ્મીનભાઇ પટેલ, સીઇઓ નીરજભાઇ મેકવાન તથા ચેનલ હેડ વિવેકભાઇ ભટ્ટ સહિત ગુજરાત ફર્સ્ટ પરિવાર સાથે સૌ કોઇ આરતીમાં જોડાયા હતા. સાથેજ સ્ટાફના તમામ સભ્યોએ પરિવાર સાથે નવરાત્રિ ગરબાની મજા માણી હતી.  
ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત ગરબામાં ઓસમાણ મીર અને આમીર મીરે તો જમાવટ કરી દીધી. ગુજરાત ફર્સ્ટના એમ્પ્લોયીઝ પરિવાર સાથે ગરબા ઘુમતા જોવા મળ્યા. ઓસમાણ મીર જો સૂર રેલાવે તો ભલભલાના પગ થીરકવા લાગે. ત્યારે માડી તારો ગરબો ઘુમતો જાય એ ગરબાથી શરૂઆત કરતા જ ખેલૈયાઓ તાનમાં આવી ગયા હતા.. 
ઓસમાણ મીરના ફેનફોલોવિંગ વિશે તો આપણે સૌ કોઇ જાણીએ જ છીએ. ત્યારે ગુજરાત ફર્સ્ટ આયોજીત ગરબામાં લોકો ગરબા તો રમતા જોવા મળ્યા પરંતુ એવા પણ ઘણા લોકો હતા જે આ ક્ષણને મોબાઇલમાં કેદ કરી રહ્યા હતા. માઇ તેરી ચુનરિયા લહેરાઇ આ ગીતના સૂર રેલાવતા હાજર સૌ ખેલૈયાઓમાં નવો જ જોશ અને ઉમંગ જોવા મળ્યો. 
સોનલ ગરબો શિરે અંબેમાં.. આ ગરબાના તાલ પર ગુજરાત ફર્સ્ટનો પરિવાર ઝૂમી ઉઠ્યો હતો.
નાના મોટા સૌ કોઇ ગરબે ઘુમતા જોવા મળ્યા. ચેરમેનશ્રી મુકેશભાઇ પટેલ પણ ગુજરાત ફર્સ્ટ ફેમિલી સાથે ગરબા રમતા જોવા મળ્યા.   
કોરોના બાદ બે વર્ષ પછી મનમૂકીને ગરબે રમવાનો મોકો મળ્યો છે ત્યારે ખેલૈયામાં એનર્જી અને ક્રેઝીનેસ નેક્સ્ટ લેવલની જોવા મળી. 
મોટા ભાગના ગ્રુપ્સ આ વર્ષના ટ્રેન્ડિંગ ગરબાના સ્ટેપ્સ કરતા જોવા મળ્યા..નવા મોર્ડન સ્ટેપ્સે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. 
તો આ ગરબા નાઇટ અહીં જ પુરી થઇ નથી. બોલિવુડના ફેમસ સિંગર અને ગુજરાતી એવા અમિત ત્રિવેદીએ પોતાનો સૂર રેલાવીને નોરતાની રઢિયાળી રાત વધારે રંગીન બનાવી દીધી. 
અમિત ત્રિવેદી સ્ટેજ પર આવતા જ ખેલૈયાઓએ તેમને અને ઓસમાણ મીરને વધાવી લીધા હતા. ઓસમાણ મીર અને અમિત ત્રિવેદીએ તેમણે કંપોઝ કરેલો ગરબો મોતી વેરાણાં ચોકમાં લલકારતા મેદાનમાં હાજર સૌએ તેમાં સુર પુરાવ્યો હતો.
અમિત ત્રિવેદીએ કંપોઝ કરેલુ નવુ ગરબા સોંગ 'ઢોલ' સ્ટેજ પરથી ઓસમાણ મીરના પુત્ર આમીર અને સિંગર અસીસ કૌરે ગાયુ હતુ જે ખેલૈયાઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો હતો
આમ ગુજરાત ફર્સ્ટનો આખો પરિવાર ઓસમાણ મીર અને આમીર મીર અને અમિત ત્રિવેદીના સૂરમાં રંગાઇ ગયો અને આસોની આઠમ યાદગાર બની રહી.  
સાથે જ અમદાવાદના તપોવન સર્કલ પાસે ધ્યાનાની રઢિયાળી રાતના ગરબામાં નવરાત્રીની આઠમે ખેલાયા મનભરીને ઝુમ્યા હતાં. 
Tags :
Advertisement

.

×