Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતને નવા 46 પોલીસ કર્મીઓ મળ્યાં, 3 ડોકટર, જ્યારે 25 એન્જીનિયર પોલીસની ડ્યૂટી કરશે

આજે ગાંધીનગર કરાઇ પોલીસ એકેડેમી ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.  જેમાં તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પોલીસ જવાનોને મુખ્યમંત્રી દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, સાથે જ  પોલીસ પરેડનું પણ આયોજન કરાયું હતું, જેમાં નિરીક્ષણ માટે મુખ્યમંત્રીશ્રી ગ્રાઉન્ડમાં જીપમાં જોવાં મળ્યા હતાં. તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્શ સંઘવી અને પોલ
ગુજરાતને નવા 46 પોલીસ કર્મીઓ મળ્યાં   3 ડોકટર  જ્યારે 25 એન્જીનિયર પોલીસની ડ્યૂટી કરશે
Advertisement
આજે ગાંધીનગર કરાઇ પોલીસ એકેડેમી ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.  જેમાં તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પોલીસ જવાનોને મુખ્યમંત્રી દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, સાથે જ  પોલીસ પરેડનું પણ આયોજન કરાયું હતું, જેમાં નિરીક્ષણ માટે મુખ્યમંત્રીશ્રી ગ્રાઉન્ડમાં જીપમાં જોવાં મળ્યા હતાં. તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્શ સંઘવી અને પોલીસ તાલીમ DGP વિકાસ સહાય ઉપસ્થિત રહ્યાં હતાં. પરેડનું નિરીક્ષણ બાદ નવનિયુક્ત પોલીસ જવાનો દ્વારા દેશ અને રાજ્યની સુરક્ષા માટે  શપથ ગ્રહણ કરાયા હતા.


રાજ્ય તરીકે  સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાતમાં મજબૂત પાયો - CM 
આ પ્રસંગે  મુખ્યમંત્રી શ્રી પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  પોલીસને પ્રજાના પ્રહરી કહ્યાં છે, સાથે જ દેશના વિકાસના પાયામાં સુરક્ષા અગત્યની છે. એક સરહદી રાજ્ય તરીકે  સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાતમાં મજબૂત પાયો છે.  સાથે જ તેમણે નવનિયુક્ત પોસીસ કર્મી અંગે માહિતી આપતા કહ્યું કે આપણી માટે ગર્વની બાબત છે કે  આજે  46 માંથી 14 મહિલા પોલીસ ઇન્સ્પેકટર આજે નિયુક્ત થઇ રહ્યાં છે. આ પોલીસ કર્માીઓમાં  3 ડોકટર, જ્યારે 25 એન્જીનીયર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો છે.  સાથે જ મુખ્ય મંત્રીએ તમામને નવી કરિયર માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.  
Advertisement
Tags :
Advertisement

.

×