પાટીદારો સામેના 10 કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની જાહેરાત, 15 એપ્રિલે સુનવણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી રાજ્યમાં વાતાવરણ તૈયાર થઇ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, આપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ પણ શરુ કરાઇ છે. આ બધા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી પટીદાર આગેવાન નરેશ પટેલ સતત ચર્ચામાં છે. ખોડલધામના સ્થાપક નરેશ પટેલ ક્યા પક્ષમાં જોડાશે તેની અટકળો ચાલી રહી છે. રાજકિય પ્રભુત્વ ધરાવતા પાટીદારોને રિઝવવા માટે બધા પક્ષો દ્વારા નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યà«
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી રાજ્યમાં વાતાવરણ તૈયાર થઇ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, આપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ પણ શરુ કરાઇ છે. આ બધા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી પટીદાર આગેવાન નરેશ પટેલ સતત ચર્ચામાં છે. ખોડલધામના સ્થાપક નરેશ પટેલ ક્યા પક્ષમાં જોડાશે તેની અટકળો ચાલી રહી છે. રાજકિય પ્રભુત્વ ધરાવતા પાટીદારોને રિઝવવા માટે બધા પક્ષો દ્વારા નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યની ભાજપ સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર થયેલા 10 કેસો પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ દ્વારા અવાર નવાર અનમાત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાની માગ કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે 10 કેસ પરત ખેંચાશે તેવી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર આ કેસ પરત ખેંચવા માટે હવે કોર્ટમાં જવાબ આપશે. આ અંગે આગામી 15 એપ્રિલે કોર્ટમાં સુનવણી થશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ હાર્દિક પટેલ દ્વારા પાટીદારો સમેના કેસ નહીં ખેંચાય તો 23 માર્ચે આંદોલનની ચિમકી પણ આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા પાટીદારો સામેના જે દસ કેસો પર ખેંચવાની જાહેરાત કરાવામાં આવી છે, તેમાં હાર્દિક પટેલ સમેના બે કેસોનો પણ સમાવેશ થાય છે. હાર્દિક પટેલ સામે પાટીદાર આંદોલન સમયે કૃષ્ણનગર વિસ્તારમાં બે કેસ નોંધાયા છે. જેને હવે પરત ખેંચવામાં આવશે. જો કે તેની સામેનો રાજદ્રોહનો કેસ હજુ પેંડિગ રહેશે. આ સિવાય પાટીદારો સામે નરોડા, નારોલ, બાપુનગર, સાબરમતી, શહેરકોટડા અને નવરંગપુરામાં નોંધાયેલા 1-1 કેસ પરત ખેંચાવામાં આવશે. મળતી માહિતિ પ્રમાણે સેશન્સ કોર્ટમાંથી 7 કેસ જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાશે.


