અંબાજી પહોંચેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ સામાન્ય ભક્તની જેમ લાઇનમાં ઉભા રહી દર્શન કર્યા
અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે ત્યારે આજે અંબાજી ખાતે સાંજે આરતીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ અંબાજી મંદિર ખાતે માતાજીનાં દર્શન કર્યા હતા.
અંબાજી ખાતે આવેલા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વીઆઇપી ગેટથી પ્રવેશ મેળવીને અંબાજી મંદિર ખાતે સામાન્ય દર્શન જે પ્રકારે ભકતો કરે છે તે પ્રકારે દર્શન કર્યા હતા. અંબાજી મંદિર ખાતે રાખડી પૂનમ સાંજ થી વીઆઇપી દર્શન બંદ થઈ ગયા છે ત્યારે આજે અંબાજી ખાતે આવેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સામાન્ય ભક્તની જેમ લાઈનમાં ઉભા રહીને માતાજીના દર્શન કર્યા હતા તેમણે આજે દિવાળી બા ધર્મશાળા ખાતે સિદ્ધ હેમ સેવા કેમ્પ ની મુલાકાત લીધી હતી.
અંબાજી મંદિર ખાતે 5000 રૂપિયામાં વીઆઇપી દર્શન થાય છે તેવો આરોપ કોંગ્રેસ ના પ્રવક્તા હેમાંગ રાવલે લગાવ્યો હતો.. ત્યારબાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનાં તમામ આરોપ ફગાવી દેવાયા હતા. આમ આજે શંકર ચૌધરીએ સામાન્ય ભક્તની જેમ લાઇનમાં દર્શન કર્યા હતા




